અનુષ્કા એ કંઈક આ રીતે પ્રિયંકાને આપી માતા બનવાની શુભેચ્છા, કહ્યું કે….

બોલિવુડ

હિન્દી સિનેમાની અભિનેત્રીથી આજે ગ્લોબલ સ્ટાર તરીકે ઓળખ ધરાવતી પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ માતા બની છે. પ્રિયંકા અને તેના પતિ નિક સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. માતા બનવાની ખુશી પ્રિયંકાએ પોતાના કરોડો ચાહકો સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી હતી.

પ્રિયંકાની સાથે જ નિકે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વાતની માહિતી આપી હતી કે તે પિતા બની ગયા છે. બાળકનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. સોશિયલ મીડિયા પર બંનેને ચાહકોએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ મોકલી છે. સાથે જ કપલને બોલિવૂડ અને હોલીવુડ સેલેબ્સ એ પણ અભિનંદન આપ્યા હતા, જ્યારે હવે આ બંનેને હિન્દી સિનેમાની એક પ્રખ્યાત અભિનેત્રી એ અભિનંદન આપ્યા છે.

જે અભિનેત્રીની અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે અનુષ્કા શર્મા. અનુષ્કા શર્માએ પણ હવે ખાસ રીતે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને માતા-પિતા બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બંને કલાકારો વિશે એક પોસ્ટ શેર કરી છે.

તાજેતરમાં જ અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકા અને નિકને અભિનંદન પાઠવ્યા છે. અભિનંદન આપતાં અનુષ્કા એ લખ્યું છે કે, “રાતની ઉંઘ ખરાબ થવા, અજોડ પ્રેમ અને ખુશીઓ માટે તૈયાર થઈ જાઓ”. બોલિવૂડ અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરીમાં નિક જોનાસ અને પ્રિયંકાને પણ ટેગ કર્યા છે.

અનુષ્કા શર્માની આ સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. તેના પર ત્રણેય કલાકારોના ચાહકો પણ પ્રેમ લૂંટાવી રહ્યા છે. નોંધપાત્ર છે કે અનુષ્કાએ પોતાની પોસ્ટમાં નિક અને પ્રિયંકા વિશે જે ‘રાતની ઉંઘ ખરાબ થવા’ ની વાત લખી છે તે તેણે પોતાના અનુભવના આધાર પર કહી છે. આ વાત તો દરેક જાણે છે કે અનુષ્કા પણ એક પુત્રીની માતા છે. તે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2011માં માતા બની હતી.

પ્રિયંકાના ઘરે થયો પુત્રીનો જન્મ, સરોગેસી દ્વારા બની માતા: નિક અને પ્રિયંકાએ તેમની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે તે પુત્રી કે પુત્રના માતા-પિતા બન્યા છે. જોકે પ્રિયંકાની કઝિન બહેન મીરા ચોપરાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે પ્રિયંકા અને નિકના ઘરે પુત્રીનો જન્મ થયો છે. સાથે જ મીરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રિયંકા સુપરમોમ બનશે.

પ્રિયંકા-નિક એ ઈન્સ્ટાગ્રામ પર આપી માતા-પિતા બનવાની માહિતી: પ્રિયંકા અને નિક એ ઈન્સ્ટાગ્રામ પર માતા-પિતા બનવાની માહિતી આપી હતી. બંનેએ એક સરખી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે અમે સરોગસી દ્વારા અમારા બાળકનું સ્વાગત કર્યું છે. આ ખાસ પ્રસંગ પર અમે આદરપૂર્વક અમારી ગોપનીયતાની મંગ કરીએ છીએ, કારણ કે આ સમયે અમે અમારું ધ્યાન અમારા પરિવાર પર કેન્દ્રિત કરવા ઈચ્છીએ છીએ. બધાનો આભાર”.

અત્યારે હોસ્પિટલમાં છે નવજાત: મળતી માહિતી મુજબ પ્રિયંકા અને નિકના બળકે લગભગ ત્રણ મહિના પહેલા જન્મ લીધો છે. બાળકીનો જન્મ 13 અઠવાડિયા પહેલા થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે નવજાતની હાલત અત્યારે સારી નથી. આવી સ્થિતિમાં બાળકને હાલમાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે.