શું ખરેખર એક્ટિંગ છોડવા ઈચ્છે છે અનુષ્કા શર્મા? જાણો તેની પાછળનું સત્ય

બોલિવુડ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજકાલ પતિ વિરાટ કોહલી સાથે પોતાની મેરિડ લાઈફને એન્જોય કરી રહી છે. આ સાથે જ લગ્ન પછી અનુષ્કા એક બાળકીની માતા પણ બની ચુકી છે. અત્યારે અનુષ્કા તેનો મધરહુડ પીરિયડ એન્જોય કરી રહી છે પરંતુ આ સાથે તે તેની કારકિર્દી પર પણ ધ્યાન આપી રહી છે. આ દરમિયાન અનુષ્કા શર્માનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનુષ્કા પોતાની એક્ટિંગ કારકીર્દિ છોડવાની વાત કરતી જોવા મળી રહી છે.

ઈંટરનેટ પર વાયરલ થયો જૂનો વીડિયો: ખરેખર સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્મા લગ્ન પછી કામ પર જવાને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળી રહી છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ઘણા વર્ષો પહેલા સિમી ગરેવાલના ચેટ શોમાં પહોંચી હતી. આ શોમાં અનુષ્કા તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી રહી છે. આ જૂના વીડિયોમાં અભિનેત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી નથી. વીડિયોમાં અનુષ્કા શર્મા એ બોલતા જોવા મળી રહી છે કે લગ્ન મારા માટે ઘણાં મહત્વપૂર્ણ છે. હું લગ્ન કરવાં ઈચ્છું છું, બાળકો ઈચ્છું છું અને જો લગ્ન થઈ જાય છે તો કદાચ કામ પર પણ પરત ન ફરું. તે એક સમય હતો અને આજનો સમય છે જ્યારે અનુષ્કા સમય પહેલા ફિલ્મના શૂટિંગ પર આવી જતી હતી. પોતાના કામ પ્રત્યે અનુષ્કા શર્માની લગન અને હિંમત જોઈને બધા ચાહકો પ્રસંશા કરતા થાકી રહ્યા નથી.

એડના શૂટિંગ માટે સેટ પર પહોંચી અનુષ્કા: જણાવી દઈએ કે તાજેતરમાં અભિનેત્રી એક એડના શૂટિંગમાં જોવા મળી હતી. જોકે નિર્ધારિત સમય પહેલા અનુષ્કા એડ શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી. આવી સ્થિતિમાં કામ પ્રત્યેની અભિનેત્રીની લગન જોવા મળે છે કે તે લાંબા સમય સુધી પોતાને ઘરની ચાર દિવાલોમાં કેદ કરી શકતી નથી. તે હવે કામ કરવા ઈચ્છે છે. જણાવી દઈએ કે અનુષ્કાએ તેની કારકિર્દીમાં લાંબો બ્રેક પણ લીધો હતો, પરંતુ અનુષ્કાએ પોતાની કારકિર્દી છોડી નથી. અનુષ્કા ભલે એક્ટિંગથી થોડી દૂર હોય, પરંતુ તેના પ્રોડક્શન હાઉસમાંથી ઘણી ફિલ્મો અને સિરીઝ બની રહી છે.

કયો છે અનુષ્કા શર્માનો અપકમિંગ પ્રોઝેક્ટ: અનુષ્કા શર્માના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો હજી સુધી વધારે માહિતી બહાર આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે મોટી ઘોષણા કરી શકે છે. જણાવી દઈએ કે અનુષ્કા શર્મા છેલ્લી વખત ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જ્યાં તેણે શાહરૂખ ખાન સાથે તેની ખાસ કેમિસ્ટ્રી સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ અભિનેત્રી તેની પુત્રી અને પતિ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં તેની પુત્રી વામિકા તેના નાના ના ખોળામાં રમતી જોવા મળી હતી. આ તસવીરને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

1 thought on “શું ખરેખર એક્ટિંગ છોડવા ઈચ્છે છે અનુષ્કા શર્મા? જાણો તેની પાછળનું સત્ય

  1. It’s perfect time to make some plans for the future and it’s time to be happy. I have read this post and if I could I want to suggest you few interesting things or tips. Maybe you can write next articles referring to this article. I desire to read even more things about it!

Leave a Reply

Your email address will not be published.