બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓમાંથી એક અને પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ચાહકો સાથે રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. હવે આ દરમિયાન તેણે પોતાની પુત્રી વામિકા સાથે પણ કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે. સાથે જ આ તસવીરોમાં અનુષ્કા મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી હતી. તો ચાલો જોઈએ અનુષ્કા શર્માની લેટેસ્ટ તસવીરો.
ક્યૂટ સ્ટાઈલમાં જોવા મળી અનુષ્કા શર્મા: જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા પોતાની પુત્રી વામિકા સાથે પાર્કમાં પહોંચી છે, જ્યાં માતા અને પુત્રી બંનેએ મસ્તી કરી. તેમાંથી એક તસવીર અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, “પ્લે પાર્કમાં મારો દિવસ ખૂબ સારો રહ્યો કારણ કે હું મારી પુત્રીને લઈને ગઈ.”
જો કે આ તસવીરમાં માત્ર અનુષ્કા શર્મા મસ્તી ભરેલી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ તેણે પુત્રીનો ચેહરો બતાવ્યો નથી. જેવી અનુષ્કાએ આ તસ્વીર શેર કરી તો તેની સાથે જ ચાહકોએ તેના પર ખૂબ પ્રેમ લૂટાવ્યો. એક ચાહકે મજાક કરતા કમેંટ કરી કે, “મારા સ્કૂલના મોજાં ચોરી લીધા.”
સાથે જ એક અન્યએ લખ્યું – “દુનિયાની સૌથી સુંદર ક્વીન.” એક અન્ય એ કહ્યું કે, “પાર્કમાં વામિકાથી વધારે અનુષ્કા એન્જોય કરી રહી હતી.” આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ આ તસવીરો પર પ્રેમભરી કમેન્ટ્સ પણ કરી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ અનુષ્કાના પતિ એટલે કે પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીએ પણ સદી ફટકારી હતી જેના પર અનુષ્કા શર્મા ખૂબ જ ખુશ થઈ હતી.
તેણે એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “હું દરેક પરિસ્થિતિમાં હંમેશા તમારી સાથે છું.” આ પોસ્ટ પર વિરાટ કોહલીએ પણ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યું હતું. જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈટાલીના ટસ્કનીમાં આવેલા એક લક્ઝરી રિસોર્ટમાં ખૂબ જ સુંદર રીતે લગ્ન કર્યા હતા.
4 વર્ષ પછી ગોલ્ડન સ્ક્રીન પર જોવા મળશે અનુષ્કા શર્મા: વાત કરીએ અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની તો તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ને લઈને ચર્ચામાં છે. અનુષ્કા આ ફિલ્મની તૈયારીમાં ખૂબ વ્યસ્ત છે. આ ઉપરાંત અનુષ્કા પાસે ફિલ્મ ‘કેનેડા’ પણ છે જેમાં તે મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેની ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.