પોતાની શ્રેષ્ઠ કોમેડીથી લાખો દર્શકોને હસાવનાર પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અવસાનથી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. 58 વર્ષની ઉંમરમાં રાજુ શ્રીવાસ્તવનું આ રીતે દુનિયા છોડીને ચાલ્યા જવું તેમના પરિવાર માટે એક મોટો ઝટકો છે. જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને તે હોસ્પિટલમાં દાખલ હતા. તેમને 10 ઓગસ્ટથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને હોંશ આવ્યો નહિં. લાખ પ્રયત્નો કરવા છતાં પણ રાજુ શ્રીવાસ્તવ 21મી સપ્ટેમ્બરે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.
જેવા ચાહકોને આ હાર્ટ બ્રેકિંગ સમાચાર મળ્યા તો દરેક લોકો રાજુ શ્રીવાસ્તવને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર, વિવેક રંજન અગ્નિહોત્રી, ભારતી સિંહ, અશોક પંડિત અને સોનુ સૂદ જેવા ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ રાજુ શ્રીવાસ્તવને યાદ કર્યા અને એક ઈમોશનલ વીડિયો શેર કર્યો.
View this post on Instagram
રાજુ શ્રીવાસ્તવને યાદ કરીને ઈમોશનલ થયા અનુપમ ખેર: આ વીડિયોમાં અનુપમ ખેર એ કેહતા જોવા મળી રહ્યા છે કે, “રાજુ શ્રીવાસ્તવના અવસાન વિશે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું, મન ઉદાસ થયું અને મૌન છવાઈ ગયું છે. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા, દયાભાવ ધરાવતા હતા. અમે જ્યારે પણ મળતાં હતા ત્યારે દિલ ખોલીને મળતાં હતા, ખૂબ જ હૂંફથી મળતાં હતા.” આ ઉપરાંત પણ અનુપમ ખેરે રાજુ શ્રીવાસ્તવ માટે ઘણી ઈમોશનલ વાતો કહી.
આ ઉપરાંત વિડીયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું કે, “અમારા પ્રિય રાજુ શ્રીવાસ્તવ! તમારા જવાથી આખા દેશનું હાસ્ય થંભી ગયું છે! ખિલખિલાટમાં તે ગૂંજ નથી રહી! આટલી પણ શું ઉતાવળ હતી ઉપરવાળાને હસાવવાની? ખૂબ યાદ આવશો મિત્ર! તે તમારા જોરદાર જોક્સ. તે હૂંફથી ગળે લાગવું. તે ખભા પર હાથ મૂકીને સાઈડ પર લઈ જઈને પોતાનો નવો જોક્સ સંભળાવવો. હસતા રડાવીને ચાલ્યા ગયા! ૐ શાંતિ!”
વર્કઆઉટ કરતા આવ્યો હતો હાર્ટ એટેક: નોંધપાત્ર છે કે, રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને તાત્કાલિક દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ લગભગ 41 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. પરંતુ 21 સપ્ટેમ્બર તેમના જીવનનો છેલ્લો દિવસ બની ગયો.
જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવે વર્ષ 2005માં સ્ટેન્ડ અપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાર પછી તે ‘બાઝીગર’, ‘મુંબઈ ટુ ગોવા’, ‘આમદની અઠન્ની ખર્ચા રુપૈયા’,’ મૈંને પ્યાર કિયા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા. આ ઉપરાંત તે બિગ બોસમાં પણ જોવા મળ્યા.