લક્ઝરી કાર છોડીને મેટ્રોમાં સફર કરતા જોવા મળી ‘અનુપમા’, જાણો શું છે તેનું કારણ

બોલિવુડ

ટીવીની દુનિયાની સૌથી પ્રખ્યાત સિરિયલ ‘અનુપમા’માં અનુપમાના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે કોઈ ઓળખની મોહતાજ નથી. દિવસેને દિવસે આ સીરિયલની લોકપ્રિયતા વધી રહી છે, સાથે જ શોમાં જોવા મળી રહેલા પાત્રોને પણ મોટી સિદ્ધિ મળી રહી છે. જણાવી દઈએ કે શરૂઆતથી લઈને અત્યાર સુધી અનુપમા ટીઆરપીના લિસ્ટમાં પહેલા સ્થાન પર રહી છે. સાથે જ શોમાં જોવા મળતા સ્ટાર્સ પણ અવારનવાર ચર્ચામાં રહે છે. હવે આ દરમિયાન રૂપાલી ગાંગુલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા જોવા મળી રહી છે.

વાયરલ થઈ અનુપમાની આ તસવીર: ખરેખર, મુંબઈના ટ્રાફિક જામથી પરેશાન થઈને રૂપાલી ગાંગુલીએ મુંબઈ મેટ્રોનો ઉપયોગ કર્યો, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહી છે અને તેની સાદગી જોવા લાયક છે. જોઈ શકાય છે કે રૂપાલી ગાંગુલી તેના ચહેરા પર માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.

સાથે જ ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને કમેન્ટ કરીને તેની પ્રસંશા કરી રહ્યા છે. નોંધપાત્ર છે કે રૂપાલી એક મોટી સ્ટાર છે અને તેની પાસે કરોડોની સંપત્તિ છે. આટલું જ નહીં, તેની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે, પરંતુ આ બધા ઉપરાંત તે મેટ્રોમાં મુસાફરી કરી રહી છે અને તેની સ્ટાઈલ ચાહકોને પસંદ આવી.

જણાવી દઈએ કે તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેતા પારસ કલનાવત શોમાંથી બહાર થઈ ગયા છે. શોમાંથી બહાર આવ્યા પછી અભિનેતા એ રૂપાલી ગાંગુલીથી લઈને બધા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

અભિનેતાને જાણ કર્યા વગર શોમાંથી કરવામાં આવ્યા બહાર: આ દરમિયાન પારસે ઈશારામાં એમ પણ કહ્યું હતું કે રૂપાલી ગાંગુલીના કહેવા પર જ તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો. પારસ એ કહ્યું હતું કે, “જો તમે આ રાજકારણના ભાગ નથી, તો તમે એકલતા અનુભવો છો. જો તમે શાંત વ્યક્તિ છો, તો તમે તે રાજકારણમાં ટકી શકતા નથી. તે દરેક જગ્યાએ થાય છે. હું પણ આ બધાનો એક ભાગ રહી ચુક્યો છું. અહીં ઘણું બધું છે.”

પારસ કલનાવતે એવો પણ દાવો કર્યો હતો કે તેને શોમાં પોતાની મુસાફરી સમાપ્ત થવા વિશે કોઈ માહિતી નથી. તેણે કહ્યું કે, “જો અમે સાથે બેસ્યા હોત અને વાત કરી હોત, જો રાજન સર મને મળ્યા હોત તો ચીજો સુધરી શકતી હતી. તેમણે મને મેસેજ કર્યો હતો કે તે મને મળવા ઈચ્છતા નથી.”

વાત કરીએ રૂપાલી ગાંગુલીની કારકિર્દી વિશે તો તે આ પહેલા પણ ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફની વીડિયો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.