કંઈક આવો છે હિટ શો અનુપમાના કલાકારોનો સાચો પરિવાર, વનરાજ 2 તો અનુપમા છે 1 બાળકની માતા

મનોરંજન

ટીવી પર આ દિવસોમાં પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’ ખૂબ ધૂમ મચાવી રહી છે. વર્ષ 2020 માં જ શરૂ થયેલા આ ટીવી શો એ ખૂબ જ ઓછા સમયમાં ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તેને જોતા અને પસંદ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શોમાં મદાલસા શર્મા, વનરાજ પાંડે, રૂપાલી ગાંગુલી, અલ્પના બુચ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ શોના પરિવાર વિશે તો બધા ચાહકો જાણે છે, પરંતુ આજે અમે તમને આ શો માં કામ કરતા મુખ્ય કલાકારોના સાચા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ.

રૂપાલી ગાંગુલી (અનુપમા): સીરીયલ અનુપમા માં અનુપમાના પાત્રમાં જોવા મળે છે અભિનેત્રી રૂપાલી ગાંગુલી. તેણે આ પાત્રને એટલું સુંદર રીતે નિભાવ્યું છે કે તે નાના પડદાની ટોપ અભિનેત્રી બની ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે અનુપમા લગભગ બે દાયકાથી ટીવી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. સાથે જ તે હિન્દી ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. 44 વર્ષીય રૂપાલીએ ‘અનુપમા’ દ્વારા નાના પડદા પર કમબેક કર્યું છે અને તેનું કમબેક ખુબ જ ધમાકેદાર રહ્યું છે. આ શોમાં રૂપાલી વનરાજ શાહની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. બોલિવૂડમાં રૂપાલીએ દિગ્ગઝ અભિનેતા મિથુન ચક્રવર્તીની સાથે સાથે અન્ય ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તે દિવંગત ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. વર્ષ 2013 માં રૂપાલીના લગ્ન અશ્વિન કે વર્મા સાથે થયા હતા. કપલને એક પુત્ર છે જેનું નામ રુદ્રાંશ છે. અભિનેત્રીના પતિ અશ્વિન એક ક્રિએટિવ કંપનીના માલિક છે.

સુધાંશુ પાંડે (વનરાજ શાહ): શોમાં પુરુષ મુખ્ય કલાકાર તરીકે સુધાંશુ પાંડે પણ જોવા મળી રહ્યો છે. આ શોમાં સુધાંશુ પાંડે વનરાજ શાહનું પાત્ર નિભાવે છે અને તેની એક્ટિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. 46 વર્ષના સુધાંશુ પાંડેનો જન્મ 22 ઓગસ્ટ 1974 માં ઉત્તરાખંડના કુમાઉ મંડલમાં થયો હતો. ટીવીની સાથે સુધાંશુએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિગ્ગઝ અભિનેતા રજનીકાંત સાથે પણ તેણે સ્ક્રીન શેર કરી છે. જણાવી દઈએ કે સુધાંશુની પત્નીનું નામ મોના પાંડે છે. બંને બે પુત્રો નિર્વાણ અને વિવાન પાંડેના માતાપિતા છે. આ શોમાં સુધાંશુ પાંડે અનુપમાના પતિની ભૂમિકામાં જોવા મળે છે.

મદાલસા શર્મા: મદાલસા શર્માએ ટીવીની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી છે. ‘અનુપમા’ માં મદલસા શર્મા કાવ્યા શાહની ભૂમિકામાં જોવા મળી છે. તેને પણ ચાહકો ખૂબ જ પસંદ કરે છે. જણાવી દઈએ કે મદાલસા શરૂઆતથી જ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી છે. 26 સપ્ટેમ્બર 1991 માં મુંબઈમાં જન્મેલી 29 વર્ષીય મદાલસા શર્માના પિતાનું નામ સુભાષ શર્મા છે, જે એક ડિરેક્ટર અને નિર્માતા છે. અભિનેત્રીની માતા શીલા ડેવિડ તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. શીલાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ જણાવી દઈએ કે બોલિવૂડના દિગ્ગજ ખેલાડી મિથુન ચક્રવર્તી મદાલસાના સસરા છે. મદાલસાએ વર્ષ 2018 માં મિથુન દાના મોટા પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. આ શોમાં મદાલસા વનરાજની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળી રહી છે.

અલ્પના બુચ (લીલા શાહ): વનરાજ શાહ એટલે કે આ શોમાં સુધાંશુ પાંડેની માતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રીનું સાચું નામ અલ્પના બુચ છે. તે અનુપમામાં લીલા શાહની ભૂમિકામાં જોવા મળે છે. અલ્પના અત્યાર સુધીની ઘણી પ્રખ્યાત સિરીયલોનો ભાગ રહી ચુકી છે. તેના લગ્ન મેહુલ બુચ સાથે થયા હતા. બંનેનો એક પુત્ર છે જેનું નામ ભવ્ય બુચ છે.

અરવિંદ વૈદ્ય (હસમુખ): અભિનેતા અરવિંદ વૈદ્ય શો અનુપમામાં વનરાજના પિતાની ભૂમિકામાં જોવા મળે છે. ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકેલા અરવિંદની પુત્રીનું નામ વંદના પાઠક છે. વંદના પણ એક અભિનેત્રી છે.