ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ ના કલાકારની રિયલ ઉંમર જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત, આ કલાકાર પોતાની રિયલલ ઉંમરથી દેખાય છે ઘણા નાના

મનોરંજન

ટીવીની લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’ આજે પણ દર્શકોની ફેવરિટ સીરિયલ બનેલી છે. આ શોના દરેક કલાકાર પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. આટલું જ નહીં શો એ ઘણા મહિનાઓથી ટીઆરપી લિસ્ટમાં પહેલા સ્થાન પર પોતાની જગ્યા બનાવી છે. આ શોમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલી રૂપાલી ગાંગુલી 45 વર્ષની ઉંમરમાં પણ ટોપ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. શોમાં રૂપાલીને જોયા પછી તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે અમારી આ પોસ્ટમાં અમે તમને ‘અનુપમા’ ના સ્ટાર્સની રિયલ ઉંમર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટાર્સ પોતાની ઉંમરથી ખૂબ જ નાના લાગે છે. ચાલો જોઈએ લિસ્ટ.

રૂપાલી ગાંગુલી: શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીનો જન્મ 5 એપ્રિલ 1977ના રોજ થયો હતો. આ સમયે અભિનેત્રી 45 વર્ષની છે અને તે સીરિયલમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. જોકે રૂપાલી શોમાં પોતાની ઉંમર કરતા લગભગ 10 વર્ષ નાની દેખાય છે.

સુધાંશુ પાંડે: સુધાંશુ પાંડે ‘અનુપમા’માં વનરાજ શાહની ભુમિકા નિભાવી રહ્યા છે. આ સિરિયલમાં તેમની ફિટનેસ અને ડાયલોગ્સ બોલવાના પરફેક્ટ ટાઈમિંગના દરેક દીવાના છે. અભિનેતા ભલે 47 વર્ષના હોય પરંતુ તે 30થી ઉપરના દેખાતા નથી. સુધાંશુ પાંડેનો જન્મ 22 ઓગસ્ટ 1974ના રોજ થયો હતો.

ગૌરવ ખન્ના: ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીની ઉંમરમાં લગભગ 5 વર્ષનો તફાવત છે. ગૌરવ ખન્ના 40 વર્ષનો છે પરંતુ તેની ક્યુટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવી શકાતો નથી.

મદલસા શર્મા ચક્રવર્તી: મદાલસા શર્માની સુંદરતાની કોઈ સીમા નથી. મદાલસા પોતાની ફિટનેસ અને ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રી ભલે 30 વર્ષની છે, પરંતુ તે તેની ઉંમર કરતા લગભગ 5 વર્ષ નાની લાગે છે.

પારસ કલનાવત: પારસ કલનાવત શોમાં સમર એટલે કે રૂપાલી ગાંગુલીના પુત્રની ભૂમિકા નિભાવી રહ્યા છે. પારસ એક ટેલેંટેડ અભિનેતા હોવાની સાથે-સાથે ખૂબ સ્ટાઈલિશ પણ છે. પારસ અત્યારે માત્ર 25 વર્ષનો છે.

અનેરી વજાની: અનેરી વજાની શોમાં ગૌરવ ખન્ના ઉર્ફ અનુજ કાપડિયાની બહેનની ભૂમિકા નિભાવે છે. અનેરીએ પોતાની એક્ટિંગથી ઘણા લોકોના દિલ જીતી લીધા. અનેરી અત્યારે માત્ર 28 વર્ષની છે.