દેશ ભક્તિના રંગમાં રંગાયા અનુપમા, કાવ્યા અને વનરાજ, અનુપમાના સેટની તસવીરો આવી સામે, જુવો તેમની તસવીરો

મનોરંજન

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદલસા શર્માની પ્રખ્યાત ટીવી સિરિયલ ‘અનુપમા’ ખૂબ ટીઆરપી વાળી છે. જણાવી દઈએ કે સિરિયલમાં જોવા મળતો શાહ પરિવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. સિરિયલ અનુપમાના આગામી એપિસોડમાં શાહ પરિવાર મળીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. સીરિયલના સેટ પર તમામ કલાકારો આ ટ્રેકનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. સેટ પરથી રૂપાલી ગાંગુલી, મદલસા શર્મા અને સુધાંશુ પાંડે સહિતના દરેક કલાકારોની તસવીરો વાયરલ થઈ રહી છે.

કાવ્યા અને વનરાજ: જણાવી દઈએ કે અનુપમાના સેટ પર સુધાંશુ પાંડે અને મદલસા શર્મા ઘણીવાર મસ્તી કરતા જોવા મળે છે. આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે બંને આ ગેટઅપમાં ખૂબ ધમાલ મચાવશે.

પંજાબી કુડી બની ગઈ અનુપમાની બા: સિરિયલ અનુપમામાં બાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી અલ્પના બુચનો તો કોઈ જવાબ નથી. અલ્પના બુચ પંજાબી કુડી બનીને દરેકનું દિલ જીતવાની છે.

કાવ્યા એ લૂટાવ્યો નંદિની પર પ્રેમ: અનુપમામાં કાવ્યા અને નંદિની વચ્ચે 36 નો આંકડો રહે છે પરંતુ આ તસવીરમાં એવું કંઈ પણ જોવા મળી રહ્યું નથી. જણાવી દઈએ કે રિયલ લાઈફમાં આ બંને અભિનેત્રીઓ એકબીજાની સારી મિત્ર બની ચુકી છે.

બંગાળી બાલા બની ગઈ કિંજલ: અનુપમાના આગામી એપિસોડમાં, વનરાજ, કાવ્યા અને અનુપમા સહિત આખો પરિવાર દેશના દરેક ખુણામાં રંગ બતાવવા જઈ રહ્યા છે. કિંજલ તો બંગાળી બાલા બનીને ખૂબ ધૂમ મચાવશે.

વાયરલ થઈ રહી છે અનુપમાના સેટની તસવીરો: રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સહિત દરેક લોકો સોશિયલ મીડિયા પર સેટ પર ક્લિક કરેલી તસવીરો શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

મરાઠી મુલગી બની ગઈ અનુપમા: મરાઠી મુલગી બનીને રૂપાલી ગાંગુલી અનુપમાના આગામી એપિસોડમાં ખૂબ ધૂમ મચાવવા જઈ રહી છે.

પંજાબી મુંડા બની ગયો અનુપમાનો સમર: આગામી એપિસોડમાં સમર પણ તેના પંજાબી લૂકથી ખૂબ લાઈમલાઈટ મેળવવા જઈ રહ્યો છે.

અનુપમામાં આવવાનો છે મોટો ટ્વિસ્ટ: અનુપમાના દર્શકોને આગામી એપિસોડમાં એક પછી એક ટ્વિસ્ટ જોવા મળવા જઈ રહ્યો છે. આગામી એપિસોડમાં કિંજલ આખા પરિવાર સાથે મળીને ઢોલકિયાને પાઠ ભણાવશે.