અનુપમા માટે પતિ એ છોડી દીધી હતી નોકરી અને વિદેશ, ભારત આવીને કર્યા લગ્ન, કંઈક આવી રહી છે તેમની લવ સ્ટોરી

મનોરંજન

નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘અનુપમા’થી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ મોટી ઓળખ બનાવી છે. આ શોમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ નામના પાત્રમાં જોવા મળી રહી છે. ગયા વર્ષે શરૂ થયેલો આ શો ખૂબ જ ઓછા સમયમાં ઘર-ઘરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે સાથે જ તેના પાત્રો પણ.

રૂપાલી ગાંગુલી આ શોનું મુખ્ય પાત્ર છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી રૂપાલીએ દરેકનું દિલ જીતી લીધું છે અને તે એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે એક વખત ફરીથી સામે આવી છે.

5 એપ્રિલ 1977 ના રોજ જન્મેલી 44 વર્ષની રૂપાલી પરિણીત છે અને એક પુત્રની માતા છે. જણાવી દઈએ કે તેમણે અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. ચાલો આજે તમને આ કપલની લવ સ્ટોરી વિશે જણાવીએ.

રૂપાલી અને અશ્વિન પહેલી વખત એક એડ શૂટ માટે મળ્યા હતા. વર્ષો પહેલા અશ્વિન એડ શૂટ કરવાનું કામ કરતો હતો અને હવે તે બિઝનેસમેન છે. સાથે જ રૂપાલી આ પહેલા પણ ટીવીમાં કામ કરી ચૂકી છે. પહેલી મુલાકાતથી જ બંને વચ્ચે મિત્રતાનો સંબંધ બની ગયો હતો. પછી ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ લાગી. બંનેએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કરી અને પછી વર્ષ 2013 માં લગ્ન કર્યા હતા.

પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમે 12 વર્ષ સુધી મિત્રો રહ્યા હતા. અમે પહેલી વખત ત્યારે મળ્યા જ્યારે મેં તેમની એક એડમાં મોડેલ તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી અમારી મિત્રતા થઈ ગઈ અને પછી અમે સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. મને શરૂઆતથી જ તેના પર ખૂબ વિશ્વાસ હતો. આવી સ્થિતિમાં તે મારા માટે મિત્ર, માર્ગદર્શક અને ફિલસોફર છે. તેમણે મને હંમેશા ટેલિવિઝન સાથે જોડાઈ રહેવા માટે પ્રોત્સાહિત કરી છે. અમારી વચ્ચેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેની અમને જાણ ન રહી. હું માત્ર એટલું જાણતી હતી કે, તે મને ખૂબ પ્રેમ કરે છે.’

6 ફેબ્રુઆરી 2013 તે દિવસ હતો જ્યારે હંમેશા-હંમેશા માટે રૂપાલી અને અશ્વિન એકબીજાના બની ગયા. આ કપલે તેમના વર્ષો જુના સંબંધને નવું નામ આપ્યું અને બંગાળી રિવાજો સાથે બંને એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરીને પ્રેમી-પ્રેમિકા થી પતિ-પત્ની બની ગયા.

લગ્ન વિશે એક ઇન્ટરવ્યુમાં રૂપાલીએ કહ્યું હતું કે, “હું ચીસો પાડી રહી હતી અને ગુસ્સે થઈ રહી હતી કારણ કે મારી પાસે મારા લગ્નમાં પહેરવા માટે સાડી ન હતી. અશ્વિનનો શાંત સ્વભાવ હતો. તેમણે મને કહ્યું, ‘તું પોતાનું જીન્સ પહેરીને શા માટે નથી આવતી?’ પછી મેં કેટલીક સાડીઓ કાઢી, જે મેં પોતાના કોર્ટ મેરેજ માટે ખરીધી હતી, જોકે તે કેંસલ થઈ ગયા હતા, કારણ કે મારી પાસે સમય ન હતો.”

આગળ અભિનેત્રીએ કહ્યું કે, “તે એક સામાન્ય સાડી હતી. પછી મારા લગ્નની સવારે, મેં તેને મારા ડિઝાઈનર પાસે થોડી ગ્લૈમ કરવા માટે મોકલી. મેં તેને એક જૂના બ્લાઉઝ અને પેટીકોટ સાથે જોડી, જે મેં મારા ભાઈના લગ્નમાં પહેર્યું હતું. મારું બ્લાઉઝ બાજુ પાસે ફાટી ગયું હતું, કારણ કે તે સમયે હું મોટી હતી. આ કારણે હું ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. હું સવારે ખરીદી કરવા ગઈ કારણ કે મારી પાસે પગરખાં પણ ન હતા. બપોરે 2 વાગ્યે મને સમજાયું કે મેકઅપ કરવા માટે કંઈ નથી. મેં એક મેક-અપ આર્ટિસ્ટને મનાવ્યો જે તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. ”

જણાવી દઈએ કે લગ્ન પહેલા અશ્વિન અમેરિકામાં નોકરી કરતો હતો, પરંતુ પોતાના પ્રેમ માટે તે વિદેશ અને નોકરી છોડીને ભારત આવ્યો અને રૂપાલી સાથે લગ્ન કર્યા અને પછી અહીં સ્થાયી થઈ ગયો. રૂપાલી અને અશ્વિન હવે એક પુત્રના માતા -પિતા છે. પુત્રનું નામ રુદ્રાંશ છે જેનો જન્મ વર્ષ 2015 માં થયો હતો.