રિયલ લાઈફમાં કાવ્યાથી પણ વધુ સુંદર અને બોલ્ડ છે અનુપમાની પુત્રી પાખી, જુવો તેની સુંદર તસવીરો

મનોરંજન

સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલોમાં શામેલ ‘અનુપમા’ ને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. ટીઆરપીના લિસ્ટમાં પણ આ શો શરૂઆતથી જ આગળ રહ્યો છે. જણાવી દઈએ કે આ શોના પાત્રોને પણ લોકો ખૂબ પસંદ કરે છે, પછી ભલે વાત શોમાં અનુપમાનું પાત્ર નિભાવતી રૂપાલી ગાંગુલી હોય અથવા પછી તેની પુત્રીના પાત્રમાં જોવા મળતી મુસ્કાન બામને ની.

જણાવી દઈએ કે મુસ્કાન બામને 21 વર્ષની છે અને તે બી.કોમના ફાઈનલ યરની વિદ્યાર્થી છે. સાથે જ મુસ્કાન તે કલાકારોમાં શામેલ છે. જેમણે ખૂબ નાની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુસ્કાન બામને 9 વર્ષથી એક્ટિંગ કરી રહી છે.

જ્યારે તે સાતમા ધોરણમાં હતી ત્યારે તે મધ્યપ્રદેશથી મુંબઈ પોતાનું નસીબ અજમાવવા માટે આવી હતી અને ત્યારથી તે એક્ટિંગ ક્ષેત્રમાં એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી મુસ્કાન બામનેની ખૂબ સારી ફેન ફોલોઇંગ છે. મુસ્કાન બામને અવારનવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તો ચાલો આજે આપણે પાખી એટલે કે મુસ્કાન બામને વિશે વાત કરીએ.

જણાવી દઈએ કે અનુપમા સિરિયલમાં પાખી શાહની ભૂમિકા નિભાવનાર મુસ્કાન બામને સુંદરતામાં કાવ્યાને સખત ટક્કર આપે છે. અનુપમાની રીલ લાઇફ પુત્રી પાખી, જે હાલમાં અનુપમા થી થોડી ગુસ્સે ચાલી રહી છે તે રિયલ લાઈફમાં ખૂબ ગ્લેમરસ છે.

જણાવી દઈએ કે મુસ્કાન બામને ઈંસ્ટાગ્રામ પર ખૂબ અલગ અલગ સ્ટાઈલમાં ગ્લેમરસ લુકમાં જોવા મળશે. મુસ્કાનની ફેશન સેન્સની વાત કરીએ તો તે કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી.

શ્રદ્ધા કપૂર સાથે મળી ચુકી છે કામ કરવાની તક મળી: મુસ્કાન બામને એ મુંબઈ આવીને ઘણી સિરિયલોમાં કામ કર્યું. આટલું જ નહીં મુસ્કાન બામનેને ઘણી ફિલ્મોમાં કામ કરવાની તક મળી જેમાં શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘હસીના પારકર’ મુખ્ય છે. આ ઉપરાંત તેણે 2018 ની ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં પણ એક્ટિંગ કરી છે.

મુસ્કાન એક્ટિંગ સાથે કરે છે ડાન્સ: મુસ્કાન બામનેના ચાહકો જાણે છે કે તે જેટલી સારી અભિનેત્રી છે તેટલી જ શ્રેષ્ઠ ડાંસર પણ છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીં તેની લાખોની સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. તે અવારનવાર તેની સુંદર તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરે છે. તાજેતરમાં તેણે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સાથે ડાન્સ કરતા એક વીડિયો શેર કર્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો. વીડિયોમાં મુસ્કાન બા અને અનુપમા સાથે ‘પિયા તુ અબ તો આજા’ ગીત પર ડાન્સ કરી રહી છે.

ઘણી સિરિયલોમાં કરી ચુકી છે કામ: જણાવી દઈએ કે મુસ્કાન અનુપમા પહેલા ‘બકુલા બુઆ કા ભૂત’ અને ‘સુપર સિસ્ટર્સ’ જેવા ટીવી શોનો ભાગ રહી છે, અને તે ‘સુપર સિસ્ટર્સ’ ને પોતાનો ફેવરિટ શો જણાવે છે. મુસ્કાન કહે છે કે ‘સુપર સિસ્ટર્સ’માં મેં એક હરિયાણવી છોકરીની ભુમિકા નિભાવી હતી. આ શો બે બહેનોની આસપાસ ફરે છે જેમની પાસે જાદુઈ સુપર પાવર હોય છે, જેનો ઉપયોગ તે સામાન્ય લોકોને મદદ કરવા માટે કરે છે. આ મારું ફેવરિટ છે કારણ કે મને હરિયાણવી બોલવાની તક મળી અને મારું પાત્ર પણ થોડું જિદ્દી હતું. તેને કરવામાં મજા આવી.