અનુપમા બિગ ટ્વિસ્ટ: “પાખી ના લગ્ન” થી લઈન એ”કિંજલ ની ડિલીવરી” સુધી, અનુપમા શોમાં દર્સ્જકોને જોવા મળશે આ 5 મોટા ટ્વિસ્ટ

મનોરંજન

ટીવીની દુનિયાનો સૌથી પ્રખ્યાત શો ‘અનુપમા’ આ દિવસોમાં ટીઆરપીમાં સૌથી આગળ છે. શોની શરૂઆતથી જ તેના તમામ પાત્રોને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. શોના તમામ કલાકારો ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ ગયા છે. દર્શકો અનુપમા ટીવી સિરિયલને ખૂબ જ આનંદ સાથે જોવાનું પસંદ કરે છે. આ સીરિયલના ચાહકો શોમાં આવનારા ટ્વિસ્ટની પણ આતુરતાથી રાહ જોતા જોવા મળી રહ્યા છે. સાથે જ મેકર્સ પણ શોને વધુ રસપ્રદ બનાવવા માટે સખત મેહનત કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ ની સ્ટોરી કોઈ રોલર કોસ્ટર રાઈડથી ઓછી નથી. દર્શકો એક પરિસ્થિતિમાંથી બહાર નીકળતાની સાથે જ મેકર્સ શોમાં બીજી ગંભીર પરિસ્થિતિ લાવે છે. દર્શકોને પણ
આ ઉતાર-ચઢાવને કારણે શો ખૂબ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે વનરાજ શાહ અને અનુજ કાપડિયા અકસ્માત પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે.

અંકુશ અને બરખાને કદાચ તેમની ભૂલનો અહેસાસ ભલે નથી થયો પરંતુ અનુજની રિકવરી પછી તેઓ પણ સંપૂર્ણપણે લાઇન પર આવી ગયા છે. કપાડિયા અને શાહ પરિવાર વચ્ચે સ્થિતિ ખૂબ સારી થઈ ચુકી છે. જ્યારે બધું જ ઘણી હદ સુધી સારું થઈ ગયું છે, ત્યારે મેકર્સ આ દરમિયાન ઘણા નવા ટ્વિસ્ટ લાવવા જઈ રહ્યા છે, જે દર્શકોને જોવા મળશે.

કિંજલની ડિલીવરી: ટીવીની પ્રખ્યાત સિરિયલ અનુપમાના મંગળવારના એપિસોડમાં, તમને બધાને જોવા મળશે કે કિંજલને ગણેશ પૂજા દરમિયાન લેબર પેઈન થવા લાગે છે. આવી સ્થિતિમાં પરિવાર ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તે તરત જ તેને કારમાં લઈને હોસ્પિટલ પહોંચે છે પરંતુ તેની હાલત સારી નથી હોતી. આવી સ્થિતિમાં શું કોઈ કોમ્પ્લીકેશન હશે કે પછી કિંજલની નોર્મલ ડિલીવરી થશે, તે શોમાં ટૂંક સમયમાં જ દર્શકોને જોવા મળશે.

સમરના લગ્ન: જ્યારે શાહ પરિવારમાં કિંજલની ડિલિવરી થવા જઈ રહી છે તો બીજી તરફ સમર માટે એક છોકરી પણ જોવામાં આવી છે. બા કહે છે કે આજ સુધી ઘરમાં કોઈ પણ વહૂ તેમની પસંદની આવી નથી અને આ વખતે તે પોતાની પસંદની વહુ લાવવા ઈચ્છે છે. હવે બધા જાણે છે કે બાની પસંદગી કેવી હશે. આવી સ્થિતિમાં સમરના જીવનમાં ભૂકંપ આવવાની સંભાવના છે.

પાખી-અધિક ની લવ સ્ટોરી: જો અનુપમા પર કંટ્રોલ લાવવું છે તો પાખીને પોતાના ફેવરમાં કરવી પડશે. આ વાત અધિક સારી રીતે જાણે છે. તે તેને ઈમોશનલ કરીને પોતાના પક્ષમાં કરવા ઈચ્છે છે પરંતુ અધિકની ચાલ વિશે પાખીને કંઈપણ ખબર નથી. હવે જોવાનું એ રહે છે કે શું પાખીને તેનું સત્ય જાણવા મળે છે? અથવા બંનેના લગ્ન થઈ જાય છે.

બરખા અને અંકુશનો બદલો: આ સમયે, બરખા અને અંકુશ પાસે કપાડિયા હવેલીમાં રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, આ વાત તેઓ સારી રીતે જાણે છે. આ કારણસર, તેમણે હાથ જોડીને, ઘુંટણ પર બેસીને અનુપમાની માફી પણ માંગી છે જેથી તેને કપાડિયા હાઉસમાં રહેવાની પરમિશન મળી શકે. પરંતુ બંનેનો બદલો હજુ પૂરો થયો નથી.

નાની અનુનું શિક્ષણ: એક સમયે, જ્યાં પાખી અને નાની અનુની એક જ સ્કૂલમાં ભણવાની વાતને લઈને ઘણો તમાશો જોવા મળ્યો હતો, સાથે જ હવે તે સીકવંસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. નાની અનુનું એડમિશન ક્યાં થશે? શું સ્કૂલમાં બધું બરાબર ચાલી રહ્યું છે? તેને સ્કૂલ ડ્રોપ કરવા માટે કોણ જાય છે? આવી બધી ચીજો આ શોની સ્ટોરીમાં વધુ ટ્વિસ્ટ લાવશે.