અનુપમ ખેર એ શેર કરી પિતા પુષ્કર નાથજી સાથેની છેલ્લી તસવીર, કહ્યું તે કશ્મીર જવા ઈચ્છતા હતા પરંતુ…..

બોલિવુડ

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ એ તમામ ટીકાઓ અને વિવાદો પછી પણ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ઓછા બજેટની આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર 236 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ “ધ કશ્મીર ફાઇલ્સ”માં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર જેવા દિગ્ગજ કલાકાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તમામ કલાકારોનું કામ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી તે ચર્ચાનો વિષય બનેલી છે. ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં અનુપમ ખેરની એક્ટિંગની લોકો પ્રસંશા કરતા થાકી રહ્યા નથી. અનુપમ ખેરે ફિલ્મ સાથે જોડાયેલી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ હવે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં અભિનેતાએ ફિલ્મમાં પોતાનું કામ તેના પિતાને સમર્પિત કર્યું છે.

ખરેખર અનુપમ ખેરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના પિતા સાથે જોવા મળી રહ્યા છે. આ તેમની અને તેમના પિતાની છેલ્લી તસવીર છે, જેની માહિતી અભિનેતાએ કેપ્શનમાં આપી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે અનુપમ ખેરના પિતા ખુરશી પર બેઠેલા જોવા મળે છે અને અનુપમ ખેર એ તેમને પાછળથી પકડ્યા છે.

આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં પિતા-પુત્ર વચ્ચેનો સુંદર સંબંધ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અનુપમ ખેરે આ તસવીર શેર કરતાં હૃદય સ્પર્શી કેપ્શન લખ્યું છે. અનુપમ ખેરે પિતા સાથેની છેલ્લી તસવીર શેર કરતાં લખ્યું છે કે, “મારા પિતા પુષ્કરનાથજી સાથેની મારી છેલ્લી તસવીર. તેમણે પોતાની સાદગીથી દરેકના જીવનને સ્પર્શ્યું. એક સામાન્ય માણસ, પરંતુ એક અસાધારણ પિતા. તે કાશ્મીર જવા ઈચ્છતા હતા પરંતુ જઈ શક્યા નહીં. “ધ કશ્મીર ફાઇલ્સ” માં મારી એક્ટિંગ તેમને સમર્પિત છે.”

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે એ જણાવ્યું કે તેમના પિતાએ આખી જિંદગી જીવી છે. તેમણે પોતાના જીવનમાં ઘણી અદ્ભુત ઘટનાઓ જોઈ. તે જ્યાં પણ જતા ત્યાં ખુશીઓ વહેંચવાનું પસંદ કરતા હતા. મને વિશ્વાસ છે કે તે આ સમયે સ્વર્ગમાં પણ દરેકને હસાવી રહ્યા હશે.

તમને જણાવી દઈએ કે અનુપમ ખેર જ્યારે પોતાના મિત્ર ડેવિડ ધવનના પુત્રના લગ્નમાં શામેલ થવા માટે ગોવા પહોંચ્યા હતા ત્યારે તેમને તેમના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. તેમને ગોવા એરપોર્ટથી પરત ફરવું પડ્યું હતું. અનુપમ ખેર કહે છે કે મારા પિતા મારા સૌથી મોટા ટીકાકાર અને પ્રશંસક હતા. તે અમારા હોમ ટાઉન સિમલાથી ફોન કરીને મારા વિશે હિન્દી અને અંગ્રેજી સમાચારોમાં છપાયેલા દરેક સમાચાર વિશે પૂછ્યા કરાતા હતા, દીકરા આવું શા માટે લખ્યું? તે કેટલાક તુચ્છ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ જતા હતા.

અનુપમ ખેર જણાવે છે કે મેં મારા પિતાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપી હતી. શોક સભા માટે અમે અમારા બધા મિત્રોને કહ્યું કે મહેરબાની કરીને કાળા અને સફેદ કપડા પહેરીને ન આવો, જે પણ આવો રંગીન કપડા પહેરીને આવો કારણ કે મારા પિતાએ જીવનભર લોકોના જીવનમાં રંગ ભર્યા છે. અનુપમ ખેર કહે છે કે મને ખબર છે કે તે ઉપર છે અને આપણને નીચે જોઈ રહ્યા છે. કશ્મીર ફાઇલ્સમાં હું મારી સફળતા મારા પિતા પુષ્કરનાથને સમર્પિત કરું છું.

તમને જણાવી દઈએ કે, “ધ કાશ્મીર ફાઇલ્સ” માં અનુપમ ખેરે પંડિત પુષ્કરનાથનું પાત્ર નિભાવ્યું હતું, જેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી કશ્મીરમાંથી કલમ 370 હટાવવાની માંગ કરી હતી. અભિનેતાનું આ પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું.