અનુપમ-કિરણ ખેર લવ સ્ટોરીઃ બંને હતા પરણિત, છતાં પણ કરી બેઠા પ્રેમ, કંઈક આવી રીતે થઈ હતી પહેલી મુલાકાત

બોલિવુડ

વિવાહ, ખોસલા કા ઘોસલા, રામ લખન, બેટા, કર્મા, સારાંશ અને ખલનાયક જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિગ્ગ્ઝ અભિનેતા અનુપમ ખેર આજે (7 માર્ચ) પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અનુપમ ખેરનો જન્મ આજના દિવસે વર્ષ 1995માં શિમલા શહેરમાં થયો હતો.

અનુપમ ખેરના પિતાનું નામ પુષ્કરનાથ ખેર હતું. સાથે જ તેમની માતાનું નામ દુલારી ખેર છે. અનુપમ ખેરે જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું મન બનાવી લીધું હતું અને આ કારણે તે કોલેજ ટાઈમમાં પંજાબ યુનિવર્સિટીમાં એક ઓડિશન માટે ગયા હતા. પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી એક્ટિંગ શીખી.

અનુપમ ખેર છેલ્લા 40 વર્ષથી ફિલ્મી દુનિયામાં કામ કરી રહ્યા છે. અનુપમ ખેરે પોતાની 4 દાયકાની કારકિર્દીમાં સુંદર કામ કર્યું છે. આ વર્ષોમાં, તેમણે હિન્દી સિનેમામાં 500 થી વધુ ફિલ્મો કરી છે. તે આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમની સફળતા પાછળ તેમનો અદ્દભુત સંઘર્ષ અને સખત મહેનત છે.

અનુપમ ખેરે બે લગ્ન કર્યા છે, જો કે તમને જણાવી દઈએ કે તેમને કોઈ સંતાન નથી. આ તો દરેક જાણે છે કે અનુપમ ખેરની પત્ની કિરણ ખેર છે, જે એક અભિનેત્રી હોવાની સાથે ભારતીય જનતા પાર્ટીની સભ્ય પણ છે. કિરણે પણ હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

અનુપમ અને કિરણ પહેલી વખત ચંદીગઢમાં મળ્યા હતા. ખરેખર બંને ફિલ્મી દુનિયામાં આવતા પહેલા ચંદીગઢ થિયેટર ગ્રુપના ભાગ હતા. જેના કારણે બંને એકબીજાને ઓળખવા લાગ્યા હતા. બંને ધીમે-ધીમે સારા મિત્રો બની ગયા અને પછી બંનેની મિત્રતા ખૂબ ગાઢ બની ગઈ. બંને નાટકોને કારણે એકસાથે આવતા-જતા હતા.

બંને હતા પરિણીત: એકબીજા સાથે લગ્ન કરતા પહેલા અનુપમ ખેર અને કિરણ ખેર બંને પરિણીત હતા. અનુપમે વર્ષ 1979માં પહેલા લગ્ન મધુમાલતી કપૂર સાથે કર્યા હતા, જોકે તે આ લગ્નથી નાખુશ હતા અને આવી સ્થિતિમાં તેમના પહેલા લગ્ન તૂટી ગયા હતા. જ્યારે કિરણે વર્ષ 1980માં ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર સિકંદર હતો, જોકે લગ્નના પાંચ વર્ષ પછી કિરણ અને ગૌતમ અલગ થઈ ગયા હતા.

અનુપમ ખેર અને કિરણ બંનેના લગ્ન તૂટી ચુક્યા હતા. આ દરમિયાન બંને એકબીજા પર પોતાનું દિલ હારી બેઠા અને એક દિવસ અનુપમે કિરણ ખેરને પોતાના દિલની વાત કહી. કિરણે અનુપમનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને પછી બંનેએ વર્ષ 1985માં લગ્ન કરી લીધા હતા.

અનુપમ અને કિરણને કોઈ સંતાન ન હતું, જોકે કિરણને તેના પહેલા પતિથી એક પુત્ર સિકંદર ખેર છે. અનુપમ સિકંદરને સગા પુત્રની જેમ જ પ્રેમ કરે છે. સિકંદરે પણ પોતાના પિતાની અટક અપનાવવાને બદલે અનુપમ ખેરની અટક અપનાવી હતી.

કિરણે આપી અનુપમ ને જન્મદિવસની શુભકામનાઓ: કિરણ ખેરે અનુપમ ખેર સાથે પોતાની એક તસવીર ટ્વિટર પર શેર કરી અને ટ્વીટમાં લખ્યું કે, “આ દિવસ વારંવાર આવે પ્રિય અનુપમ ખેર, પતિ, મિત્ર, સહારા અને મારો પ્રેમ. ભગવાન તમને હંમેશા સ્વસ્થ અને સલામત રાખે.”