બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મહાન અભિનેતામાં અનુપમ ખેરનું નામ પણ આવે છે. અનુપમ ખેરની એક્ટિંગના કોણ દીવાના નથી? આ દિવસોમાં અનુપમ ખેર “ધ કાશ્મીર ફાઇલ્સ” વિશે ખૂબ ચર્ચાનો વિષય બનેલા છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મમાં અનુપમ ખેરની એક્ટિંગની પ્રસંશા કરતા થાકી રહ્યા નથી. આ ફિલ્મ કશ્મીરી પંડિતો પર બનાવવામાં આવી છે અને અનુપમ ખેરના જીવન સાથે જોડાયેલી છે.
67 વર્ષના થઈ ચુકેલા અભિનેતા અનુપમ ખેર આજે પણ બોલિવૂડની દુનિયાના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. અનુપમ ખેરે પોતાની એક્ટિંગ કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. શરૂઆતના તબક્કામાં અનુપમ ખેરે ખૂબ સંઘર્ષ કર્યો છે. પરંતુ તેમણે પોતાની સખત મહેનત, સંઘર્ષ અને ક્ષમતાના આધારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે. તેમણે દરેક ફિલ્મમાં પોતાની એક્ટિંગની છાપ છોડી છે.
7 માર્ચ 1955ના રોજ શિમલામાં જન્મેલા અનુપમ ખેરે પોતાની કારકિર્દીની શરૂઆત 1982માં કરી હતી પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ “સારંશ”થી મળી હતી. અનુપમ ખેર અભિનેતા હોવાની સાથે સાથે આજે રાજનેતા પણ છે. અત્યાર સુધીમાં તે 500 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મી દુનિયામાં ઘણા એવોર્ડની સાથે અનુપમ ખેર પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સમ્માનિત થઈ ચુક્યા છે. આજે અનુપમ ખેર એ જે સ્થાન મેળવ્યું છે તેની પાછળ તેમનો ખૂબ સંઘર્ષ છે.
હાલના સમયમાં અનુપમ ખેર પાસે કોઈ પણ ચીજની કમી નથી. તે એક લક્ઝરી જીવન જીવે છે. તેમણે પોતાના દમ પર એક લક્ઝરી લાઈફ પોતાના માટે બનાવી છે. આજે આપણે આ પોસ્ટ દ્વારા અનુપમ ખેરની સંપત્તિ વિશે જાણીશું.
અનુપમ ખેરના મુંબઈમાં છે બે લક્ઝરી બંગલા: અનુપમ ખેર બે લક્ઝરી બંગલાના માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનુપમ ખેરના બે લક્ઝરી બંગલા મુંબઈમાં છે. તેમાંથી તેમનો એક બંગલો અંધેરીમાં છે જ્યારે બીજો બંગલો જુહુમાં છે. અનુપમ ખેરના આ બંને લક્ઝરી ઘરની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત અનુપમ ખેરે દેશભરમાં ઘણી રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે.
અનુપમ ખેર કરોડોની કિંમતની લક્ઝરી કારના માલિક છે: જો કે, જોવામાં આવે તો અનુપમ ખેર સાદું જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ અભિનેતા મોંઘી-મોંઘી કારના પણ શોખીન છે. હા, તેમની પાસે મોંઘી કારનું સુંદર કલેક્શન છે, જેમાં બીએમડબલ્યુ, સ્કોર્પિયો અને અન્ય ઘણી લક્ઝરી કાર શામેલ છે.
જાણો અનુપમ ખેરની આવકના સ્ત્રોત વિશે: અનુપમ ખેર ફિલ્મો માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તે એક ફિલ્મ બનાવવા માટે લગભગ 3 થી 5 કરોડ રૂપિયાની ફી લે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મોમાં એક્ટિંગ છે. અનુપમ ખેરનું નામ સૌથી વધુ કમાણી કરનારા કલાકારોના લિસ્ટમાં શામેલ છે. 500 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેર વાર્ષિક 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે.
જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અનુપન ખેર: જો હવે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો 55 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં જોવામાં આવે તો તે 405 કરોડની સંપત્તિના માલિક છે. અનુપમ ખેરની કમાણીમાં થોડા વર્ષોમાં 30 ટકાનો વધારો થયો છે. ફિલ્મો ઉપરાંત ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ખાનગી રોકાણોથી તે સારી એવી કમાણી કરે છે.