દુનિયાના સૌથી મોંઘા ઘર એંટીલિયાની અંદરથી કંઈક આ રીતે કરો દિદાર, અંદરથી આ સુવિધાઓથી લેસ છે એંટીલિયા

વિશેષ

દેશનો સૌથી અમીર પરિવાર, અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે. અંબાણી પરિવાર હંમેશા મીડિયાની લાઇમલાઇટમાં રહે છે. મુકેશ અંબાણીથી લઈને તેમની પત્ની નીતા અંબાણી અને બંને પુત્રો અનંત અંબાણી અને આકાશ અંબાણી, દરેક વ્યક્તિ હંમેશા સમાચારના ભાગ બને છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મુકેશ અંબાણી આ દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ દેશના અનેક વ્યવસાયોમાં ફેલાયેલા છે. મુકેશ અંબાણી દેશની દરેક નાની-મોટી ચીજોમાં કોઈને કોઈ રીતે શામેલ છે. આ સાથે તેમની પત્ની નીતા અંબાણી માત્ર તેમની સુંદરતા અને ફિટનેસ માટે જ નહીં પરંતુ તેમના મેનેજમેન્ટ માટે પણ દેશભરમાં જાણીતી છે.

નીતા અંબાણીની લાઈફસ્ટાઈલ વિશે વાત કરીએ તો, નીતા અંબાણીની સવારની શરૂઆત 3 લાખના કપથી ચા પીવાથી થાય છે. નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. નીતા અંબાણી પોતાની ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું મેનેજમેંટ સંભાળે છે. દરેક તેના આ મેનેજમેંટ વિશે જાણે છે. સાથે જ અંબાણી પરિવાર વિશે અન્ય વાત કરીએ તો આખો અંબાણી પરિવાર મુંબઈમાં આવેલા તેમના એન્ટિલિયા હાઉસમાં રહે છે. એન્ટિલિયા ખૂબ જ લક્ઝરી અને તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા દેશના સૌથી લક્ઝરી ઘરોમાંથી એક છે. એન્ટિલિયામાં ત્રણ રુફટોપ હેલિપેડ અને 6 માળનું કાર પાર્કિંગ છે જે એક સમયે 168 કાર પાર્ક કરી શકે છે. આ ઉપરાંત, એન્ટિલિયામાં 50 સીટ વાળું મૂવી થિયેટર છે. જો તમે એક વખત ઇન્ટેલિયાને અંદરથી જોશો, તમારું મગજ ચક્કર ખાઈ જશે. જો કે તમે એન્ટિલિયાની અંદર પ્રવેશ કરી શકશો નહીં. એટલા માટે અમે તમારા માટે એન્ટિલિયાની કેટલીક આકર્ષક તસવીરો લઈને આવ્યા છીએ. જેને જોઈને તમારું મગજ જરૂર એ વિચારવા પર મજબૂર થઈ જશે કે આટલું મોટું લક્ઝરી ઘર કેટલામાં બન્યું હશે.

આ ઘરમાં 50 સીટવાળું મૂવી થિયેટર, ત્રણ માળના હેંગિંગ ગાર્ડન, નવ લિફ્ટ, એક સ્વિમિંગ પૂલ, એક યોગ સ્ટુડિયો, એક ફિટનેસ સેન્ટર, એક બૉલરૂમ, એક સ્પા, એક વેલનેસ સેન્ટર, એક મંદિર, એક સ્નો રૂમ અને 600 કર્મચારીઓ માટે આવાસ છે જેઓ ઘરમાં જ રહે છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના આ સપનાના મહેલને એવી રીતે બનાવવામાં આવ્યો છે અને ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ભવ્ય માળખું રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે છે. મુકેશ અંબાણીએ 2002માં એક મુસ્લિમ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી 4.4 મિલિયન યુએસ ડોલરમાં એન્ટિલિયા બનાવવા માટે પ્લોટ ખરીદ્યો હતો.

મુકેશ અંબાણી વિશે વાત કરીએ તો, તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને બજાર મૂલ્ય મુજબ ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, અંબાણીની કુલ સંપત્તિ ફેબ્રુઆરી 2023 સુધીમાં 83.6 બિલિયન ડોલર આંકવામાં આવી છે, જે તેમને એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને દુનિયાના 12મા સૌથી અમીર વ્યક્તિ બનાવે છે.