અનંત અંબાણી-રાધિકા ની સગાઈ પર રોશની અને ફૂલોથી ઝગમગ્યું ‘એંટિલિયા’, અહીં જુવો આ સુંદર તસવીરો

હેલ્થ

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાધિકા અને અનંત ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનેની સગાઈ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’માં થઈ. તેના માટે લક્ઝરી ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત અંબાણીની સગાઈમાં ઝગમગ્યું ‘એન્ટીલિયા’: 19મી જાન્યુઆરી 2023ના રોજ અમને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ની અદભૂત ઝલક જોવા મળી, જે તેમના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથેની સગાઈ માટે સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. ઝલકમાં આપણે ભવ્ય રીતે સજાવવામાં આવેલો એંટ્રી ગેટ જોઈ શકીએ છીએ, જેમાં ઉપરથી લટકેલી ફૂલોની માળા અને અન્ય સ્ટનિંગ ડેકોરેશન જોઈ શકાય છે. આ ઉપરાંત આખી ઈમારત રંગબેરંગી લેસર લાઈટોથી ઝગમગી ઉઠી છે. અનંત અને રાધિકાની સગાઈની સજાવટ તેમના ઉત્સાહ અને ખુશી વિશે ઘણું બધું જણાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

રાધિકા મર્ચન્ટની ભવ્ય મહેંદી સેરેમની: 16 જાન્યુઆરી, 2023ના રોજ, અંબાણી પરિવારના કેટલાક ફેન પેજ એ રાધિકાની મહેંદી સેરેમનીની અદભૂત ઝલક પોસ્ટ કરી હતી. આ ઈવેન્ટ માટે રાધિકા ફ્યુશિયા પિંક કલરના ફ્લોરલ એમ્બ્રોઈડરીવાળા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેને ડેવી મેકઅપ, ફિશટેલ ચોટી અને પોલ્કી જ્વેલરી સાથે પેયર કર્યો હતો. એક વીડિયોમાં, રાધિકા ફિલ્મ કલંકના લોકપ્રિય ગીત ‘ઘર મોર પરદેશિયા’ પર દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળી હતી, અને તે તેના તમામ ચાહકોને મંત્રમુગ્ધ કરનાર હતું.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani (@akashambani_fc)

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની રોકા સેરેમની: 29 ડિસેમ્બર 2022ના રોજ, રાધિકા અને અનંતના પરિવારે ભાવિ કપલ માટે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં એક અનરંગ રોકા સેરેમનીનું આયોજન કર્યું હતું. રોકા સેરેમની માટે, રાધિકાએ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો જેમાં ગોટા પટ્ટી વર્ક હતું અને તેને સ્કેલોપ્ડ દુપટ્ટા સાથે જોડવામાં આવ્યો હતો. સાથે જ કેમેરા માટે પોઝ આપતા મર્ચંટ અને અંબાણી પરિવાર ખુશીથી ઝુમી રહ્યો હતો. અનંત અને રાધિકાના મિલનની ખુશી તેમના ચેહરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી.