બુધવારે સવારે જ્યારે રાજુ શ્રીવાસ્તવના અવસાનના સમાચાર આવ્યા ત્યારે સાંભળનારાઓને વિશ્વાસ ન આવ્યો. રાજુના અવસાનના સમાચારે દરેકને ચોંકાવી દીધા. દરેકને હસાવનાર રાજુ દરેકને રડાવીને હંમેશા-હંમેશા માટે ચાલ્યા ગયા. બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું.
બીજી તરફ રાજુના દિલ્હીના સ્મશાનઘાટમાં ગુરુવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજુને તેમના પુત્ર આયુષ્માન શ્રીવાસ્તવે મુખાગ્નિ આપી. પિતાને અંતિમ વિદાય આપતી વખતે આયુષ્માન ગમગીન હતો. નાની ઉંમરમાં તેમણે પિતાને ગુમાવ્યા. સાથે જ રાજુની પત્નીનો પણ પતિ સાથે લગ્ન પછીનો 29 વર્ષનો સાથ છૂટી ગયો.
પતિના અવસાનથી શિખા શ્રીવાસ્તવ પણ આઘાતમાં છે. શિખાએ વર્ષ 1993માં રાજુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે આ સાથ હંમેશા-હંમેશા માટે છૂટી ગયો છે. રાજુનો આખો પરિવાર ગમગીન છે. તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવને પણ તેના પિતાના અવસાનથી મોટો ઝટકો લાગ્યો છે. પિતાના મૃત્યુ પછી અંતરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
અંતરા તેના પિતાની ખૂબ નજીક હતી. તેણે સોશિયલ મીડિયા પર પિતાને મળેલા સમ્માન અને પ્રેમ માટે લોકોનો આભાર માન્યો. તેણે ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરી છે. તેણે તે સ્ટોરી શેર કરી છે જેમાં તેના પિતાને લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે. આ પ્રકારની કેટલીક સ્ટોરી અંતરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળી રહી છે.
નોંધપાત્ર છે કે રાજુના અવસાન પર બોલિવૂડ સેલેબ્સ, ટીવી સેલેબ્સ, કોમેડિયન, રાજકારણીઓ, ક્રિકેટરો વગેરેથી લઈને સામાન્ય માણસ સુધી દરેક એ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો. અભિનેત્રી જુહી બબ્બર સોની, ફિલ્મ મેકર કજરી બબ્બર સહિત કેટલાક લોકોની પોસ્ટને પોતાની ઈંસ્ટા સ્ટોરી પર શેર કરીને અંતરાએ તેમનો આભાર માન્યો.
દિલ્હીના નિગમબોધ ઘાટ પર થયા રાજુના અંતિમ સંસ્કાર: જણાવી દઈએ કે રાજુના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થયા હતા. દિલ્હીમાં તેમના ભાઈ રહે છે. સાથે જ રાજુ મૂળ કાનપુરના હતા. રાજુના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે દિલ્હીના નિગમબોધ ઘાટ પર થયા હતા. તેમની અંતિમ યાત્રામાં એહસાન કુરેશી અને સુનીલ પાલ જેવા કોમેડિયન શામેલ થયા હતા. સાથે જ હજારોની સંખ્યામાં ચાહકોની ભીડ પણ હાજર રહી.
પ્રખ્યાત હસ્તીઓ એ રાજુના અવસાન પર વ્યક્ત કર્યો શોક: રાજુને માત્ર સામાન્ય ચાહકોએ જ નહીં પરંતુ દેશની અનેક પ્રખ્યાત હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, કોમેડિયન કપિલ શર્મા, એહસાન કુરેશી, સુનિલ પાલ અને અન્ય ઘણી હસ્તીઓ શામેલ છે.
રાજુએ પોતાની કારકિર્દીની શરૂઆત બોલિવૂડ ફિલ્મ ‘તેઝાબ’થી કરી હતી. ત્યાર પછી તે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘આમદની અઠન્ની ખર્ચા રુપૈયા’, બોમ્બે ટુ ગોવા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. સાથે જ દર્શકોના દિલમાં તેમણે ખાસ ઓળખ સ્ટેંડઅપ કોમેડી ના આધારે બનાવી હતી.