લગ્નના થોડા દિવસો પહેલા ભાવિ પતિ સાથે દિલ ખોલીને નાચી અંકિતા લોખંડે, જુવો વીડિયો

બોલિવુડ

અંકિતા લોખંડે નાના પડદાની ખૂબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. અંકિતા લોખંડે પોતાના કામની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ હેડલાઈન્સ બનાવે છે. નોંધપાત્ર વાત એ છે કે તે લાંબા સમયથી વિકી જૈન સાથે રિલેશનશિપમાં છે. અવારનવાર ટીવીની દુનિયાની આ જોડી હેડલાઇન્સમાં રહે છે.

અંકિતા લોખંડે અને વિક્કી જૈન પોતાના સંબંધોને કારણે ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. હવે સમાચાર છે કે બંને પોતાના સંબંધોને નવું નામ આપવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 14 ડિસેમ્બર 2021ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. મળતી માહિતી મુજબ અંકિતા વિક્કી સાથે મુંબઈમાં લગ્ન કરી શકે છે.

વિક્કી અને અંકિતાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને લગ્નના બંધનમાં બંધાતા પહેલા હેડલાઈન્સમાં છે. આ દરમિયાન હવે કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને પોતાના શ્રેષ્ઠ ડાંસ મૂવ્સ ચાહકોને બતાવી રહ્યા છે. આ વીડિયો અંકિતાના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંકિતા ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે જ્યારે વિકીએ ગ્રે એંડ બ્લેક આઉટફિટ પહેર્યા છે. બંને એક ક્લબની અંદર પંજાબી ગીત ‘મેરી મમ્મી નુ પાસંદ’ પર પંજાબી સ્ટાઈલમાં સુંદર ડાન્સ કરી રહ્યાં છે. બંનેની ફન-લવિંગ સ્ટાઇલ ચાહકોને ડાન્સ કરવા મજબૂર કરી રહી છે. વીડિયોમાં બંને સાથે એક છોકરી પણ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર અંકિતાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@ankita_pure_soul)

અંકિતા અને વિકીનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે, જેમાં બંનેએ એક સરખા જ આઉટફિટ પહેર્યા છે, જોકે તેમાં અન્ય ગીત ચાલી રહ્યું છે. તેને પણ અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યું છે. બંને ખૂબ હસતા હસતા ડાન્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@ankita_pure_soul)

3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અંકિતા-વિક્કી: મળતી માહિતી મુજબ વિક્કી અને અંકિતા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ એકબીજાને વર્ષ 2018થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ ત્રણ વર્ષમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે અને બંને એકબીજા પર ખૂબ જ પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે. બંનેનો પ્રેમ કોઈનાથી છૂપાયો નથી.

વિક્કીએ અંકિતા સાથે શેર કરી તસવીરો: લગ્નના થોડા દિવસો પહેલા વિક્કીએ અંકિતા સાથે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. તેમણે બે તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં વિક્કી જૈન મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે અને બીજી તસવીરમાં તે તેની લેડી લવ અંકિતા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરો સાથે વિક્કીએ એક કેપ્શન પણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, ‘હું તને પ્રેમ કરું છું, પરંતુ પિક્ચર તો હજુ બાકી છે મારા દોસ્ત.’ તેના કેપ્શનનો ઈશારો લગ્ન તરફ હતો.