સુશાંતની એક્સ એંકિતા લોખંડે એ બોયફ્રેંડ વિક્કી જૈન સાથે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની તસવીરો

બોલિવુડ

વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાયા પછી હવે એક અન્ય અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. મંગળવારે (14 ડિસેમ્બર) ટીવીની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી અંકિતા લોખંડે એ લગ્ન કર્યાઅ. તેણે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા.

સોશિયલ મીડિયા પર અંકિતા અને વિકીના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. પ્રેમી-પ્રેમિકાથી પતિ-પત્ની બન્યા પછી બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. આ કપલને ચાહકો અને સેલેબ્સ તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બંનેને લગ્નના અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

પોતાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાયા પછી અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. અંકિતાએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે.

નવી નવેલી દુલ્હન અંકિતા લોખંડેએ તસવીરો શેર કરતા લખ્યું છે કે, “પ્રેમ ધીરજવાન છે પરંતુ આપણે નથી. આશ્ચર્ય! હવે અમે ઓફિશિયલ રીતે મિસ્ટર એંડ મિસેઝ જૈન છીએ!” લગ્નની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. સાથે જ બંનેની જોડી પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

તસવીરોની સાથે આ લગ્નના ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેમાં કપલને ફેરા લેતા જોઈ શકાય છે.

સાથે એક વીડિયોમાં કપલના લગ્ન માટે સજાવેલો ખૂબ જ સુંદર અને આકર્ષક મંડપ પણ જોવા મળી રહ્યો છે. અંકિતા લોખંડે અને વિકી જૈન એ એક ભવ્ય સમારોહમાં મંગળવારે લગ્ન કર્યા. પોતાના લગ્નમાં અંકિતા કોઈ પરી જેવી સુંદર લાગી રહી હતી, સાથે જ વિકી પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

11મી ડિસેમ્બરથી શરૂ થઈ હતી લગ્નની વિધિઓ: વિકી અને અંકિતાના લગ્નની વિધિ 11 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. કપલે મંગળવારે સવારે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્ન કર્યા હતા. ત્યાર પછી સાંજે ગ્રેંડ રિસેપ્શનની તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ ફરીથી કોરોના મહામારી વધવાને કારણે રિસેપ્શન મુલતવી રાખવામાં આવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વિકી અને અંકિતા બંનેના વેડિંગ આઉટફિટ્સની પણ ખૂબ પ્રસંશા થઈ રહી છે. અંકિતાએ લગ્ન માટે ગોલ્ડન કલરનો લહેંગો પસંદ કર્યો હતો. પોતાના લુકને તેણે મેચિંગ બંગડીઓ અને અન્ય જ્વેલરી સાથે કમ્પ્લીટકર્યો. લગ્નના જોડામાં ખરેખર અંકિતા ચાંદના ટુકડા જેવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

સાથે જ તેના દુલ્હા વિકી જૈનની વાત કરીએ તો તેનો લુક પણ ચર્ચામાં છે. તેણે પોતાના લગ્નમાં ગોલ્ડન શેડમાં સુંદર શેરવાની પહેરી હતી. સાથે જ તેનો સેહરા પણ ખૂબ જ આકર્ષક હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલે મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નોંધપાત્ર છે કે, વિકી અને અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2018થી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પછી સતત બંનેનો પ્રેમ વધતો ગયો. અંકિતા નાના પડદાની સફળ અભિનેત્રી છે, જ્યારે વિકી જૈન વ્યવસાયે બિઝનેસમેન છે. લગ્નના બંધનમાં બંધાતા પહેલા વિકી અને અંકિતાની પ્રિ-વેડિંગ સેરેમની પણ થઈ હતી.