ક્યાં છુપાવીને રાખી હતી અંકિતા લોખંડે એ પોતાના લગ્નની વિધીઓની આ તસવીરો, શું તમારી નજર પડી, જો નહિં તો અહીં જુવો તે તસવીરો

બોલિવુડ

આ દિવસોમાં સેલિબ્રિટીઓના લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે. ક્યાંક ફરહાન અખ્તરના લગ્ન થયા છે તો ક્યાંક અંબાણી પરિવારમાં શરણાઈ વાગી. આ લગ્નની સાથે જ એક અન્ય લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ લગ્ન ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડેના હતા. તેણે તાજેતરમાં જ વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા.

તાજેતરમાં બંને પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે. આ બંનેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. પરંતુ કેટલીક તસવીરો એવી પણ છે જેના પર કદાચ તમારી નજર નહિં ગઈ હોય કારણ કે તે શેર કરવામાં આવી નથી. તેમાંથી કેટલીક તસવીરો અંકિતાએ શેર કરી છે. ચાલો જોઈએ કઈ છે તે તસવીરો જેને અંકિતા એ દરેકની નજરથી બચાવીને રાખી હતી.

પહેલી તસવીરમાં અંકિતા પોતાના પતિ સાથે ધાર્મિક વિધિ નિભાવી રહી છે. તે પતિના હાથમાં દોરો બાંધી રહી છે જે મરાઠી લગ્નમાં એક લોકપ્રિય વિધિ છે. બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં અંકિતા પતિનો હાથ પકડી રહી છે પરંતુ વિકીની નજર વિધિ જોઈ રહેલી ભીડ પર છે.

બીજી તસવીરમાં અંકિતા જમીન પર અન્ન સાથે જોડાયેલી ધાર્મિક વિધિ નિભાવી રહી છે. આ દરમિયાન તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. પવિત્ર રિશ્તાથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી પરંપરાગત દુલ્હનની જેમ દરેક ધાર્મિક વિધિઓ નિભાવતા જોવા મળી રહી છે. તેને ધાર્મિક વિધિ નિભાવતા જોઈને બાળકો પણ તેની તસવીર લેવાથી અટક્યા નહિં.

આ તસવીરમાં અંકિતા અને વિકી નજીક બેઠેલા છે અને અંકિતા તેના પતિના ગાલને પ્રેમથી સ્પર્શ કરી રહી છે. બંને આ તસવીરમાં ખૂબ જ સારા લાગી રહ્યા છે. બંને હવે વીંટી શોધવાની વિધિ શરૂ કરવા જઈ રહ્યા છે.

આ તસવીરમાં અંકિતા અને વિકીએ વીંટી શોધવાની વિધિ શરૂ કરી છે. બંને એકબીજાથી પહેલા વીંટી શોધવાનો પ્રય્તન કરી રહ્યા છે. અંકિતા બનારસી સાડીમાં તો વિકી લીલા કુર્તામાં જોવા મળી રહ્યા છે. તસવીરમાં વિધિ નિભાવતા અંકિતા ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે અને ઈચ્છે છે કે વીંટી તેને મળે.

અંકિતાએ પોતાના ચાહકોને પણ પૂછ્યું હતું કે જણાવો કોણ જીત્યું. ત્યાર પછી તેણે આ તસવીર શેર કરીને તે રાજ પણ ખોલ્યું કે તેણે વીંટી શોધવામાં તેના પતિને હરાવ્યો. વિકી તો વીંટી ન શોધી શક્યા પરંતુ અંકિતાને તે વીંટી મળી ગઈ. તે આ તસવીરમાં ખૂબ જ ગર્વ સાથે પોતાની આંગળીમાં વીંટીને બતાવતા જોવા મળી રહી છે.