અભિનેત્રી અંકિતા લોખંડે એ જણાવ્યું તેના અને સુશાંતના બ્રેકઅપનું કારણ, જાણો અહીં

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મોની સ્ટોરી ખૂબ જ રસપ્રદ હોય છે. ઘણી વાર આ સ્ટોરીઓ એટલી સસ્પેન્સથી ભરેલી હોય છે કે લાખો પ્રયત્ન કર્યા પછી પણ તમે તેમને સમજી શકતી નથી. આવી સ્ટોરીઓ માત્ર ફિલ્મોમાં જ નથી હોતી પરંતુ આટલા જ સસ્પેંસથી ભરેલી હોય છે બોલીવુડના આ સ્ટાર્સની જિંદગી. જેટલા ખુશ તે ફિલ્મોમાં જોવા મળે છે તેટલી જ તેની જિંદગી દુઃખથી ભરેલી હોય છે.

ક્યારે ક્યા સ્ટાર્સ પોતાની સાથે ખરાબ કરી લે તેના વિશે કંઈ કહી શકાતું નથી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વિશે. અંકિતા અને સુશાંત સિંહનો સંબંધ ઘણાં વર્ષો સુધી સારો ચાલ્યો હતો. બંનેની મુલાકાત પ્રખ્યાત શો પવિત્ર રિશ્તાથી થઈ હતી. બંનેનો સંબંધ પણ કંઈક આવો જ હતો.

આ બંને દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતાં. સુશાંતસિંહે જ્યારે ફિલ્મોમાં પગ મૂક્યો તે સમયે પણ અંકિતા તેમની સાથે હતી. આ બંનેનું સાથે રહેવું આ બંનેના પરિવારને પણ સારું લગતું હતું. પરંતુ બન્યું એવું કે આ બંને અચાઅનક જ અલગ થઈ ગયા. આ વિશે પહેલીવાર સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ તેના અને સુશાંત વચ્ચેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. અંકિતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે સુશાંત સાથે ક્યારેય બ્રેકઅપ કર્યો નથી. પરંતુ સુશાંતે જ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

અંકિતાએ આ દરમિયાન કહ્યું હતું કે, ‘લોકો મારા પર આરોપ લગાવે છે કે મેં તેનો સાથ ન આપ્યો, તેમની સાથે બ્રેકઅપ કર્યો. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. સત્ય તો એ છે કે તેણે પોતાનો રસ્તો પોતે જ પસંદ કર્યો હતો અને મે તેને આ કરતા પણ ન રોક્યા.’ આ સાથે, અભિનેત્રી અંકિતાએ સવાલ કર્યો કે, ઘણા લોકો આજે મને સારું-ખરાબ કહે છે, તેઓ કયા આધારે કહે છે? તેમની સાથે બ્રેકઅપના સમાચાર સામે આવ્યા પછી લોકો દ્વારા મને અપમાનિત કરવામાં આવી પરંતુ હું ચુપ રહી.

આગળ અભિનેત્રીએ કહ્યું, “મારા માટે સુશાંતને છોડીને આગળ વધવું સરળ ન હતું, પરંતુ મેં સમયની સાથે આગળ વધવાનું શીખી લીધું અને પછીથી મારી જાતને તેમનાથી અલગ કરવાનો નિર્ણય કર્યો.” જણાવી દઈએ કે દરેક સુશાંત અને અંકિતાને દરેક વ્યક્તિ પસંદ કરતા હતા. બંનેએ દેશના ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. સુશાંતે જ અંકિતાને પ્રપોઝ કર્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતે ગયા વર્ષે જૂન મહિનામાં તેના ઘરે આત્મહત્યા કરી હતી. ત્યાર પછી, તેના બધા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અભિનેત્રી રિયા ચક્રવર્તીની પણ આત્મહત્યાના શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી. જોકે, રિયા પર હજી સુધી કોઈ આરોપ સાબિત થયો નથી. તેમની સમયાંતરે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.