લગ્નના થોડા દિવસો પહેલા વિક્કી જૈનના ઘરે પહોંચી અંકિતા લોખંડે, જુવો ગેટ-ટૂ‌-ગેદર ની સુંદર તસવીરો

મનોરંજન

પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક તે તેના કામને લઈને ચર્ચામાં રહે છે, તો ક્યારેક પોતાના પ્રેમને લઈને. આ તો દરેક જાણે છે કે અંકિતા લોખંડે વિકી જૈનને પોતાનું દિલ આપી ચુકી છે અને આવનારા સમયમાં લગ્ન કરી શકે છે.

જણાવી દઈએ કે ચાહકો અંકિતા લોખંડેની નવી તસવીરોની આતુરતાથી રાહ જુવે છે. આવી સ્થિતિમાં અંકિતા લોખંડેની જે નવી તસવીરો આજકાલ જોવા મળી રહી છે. તેમાં તે તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે જોવા મળી રહી છે. નીચે જુઓ આ તસવીરો.

જણાવી દઈએ કે આ તસવીર જોઈને તો દરેક કહેશે કે અંકિતા ખરેખર તેના ભાવિ સાસરિયાના લોકોના દિલ તો અત્યારથી જીતી ચુકી છે. નોંધપાત્ર છે કે ફેમિલી ગેટ-ટુગેધર વચ્ચે, અંકિતા લોખંડે અને વિકી જૈને એકબીજા માટે સમય કાઢી જ લીધો અને બંનેએ એકસાથે ઘણી રોમેન્ટિક તસવીરો પણ ક્લિક કરાવી છે.

ફેમિલી ગેટ-ટુગેધર પર વિક્કી જૈનના પરિવારને મળીને અંકિતા લોખંડેની ખુશીનું કોઈ ઠેકાણું ન હતું. આ તસવીર આ વાતનો પુરાવો છે. અંકિતા લોખંડેએ વિક્કી જૈનની આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે અંકિતાએ વિક્કીની ખૂબ પ્રશંસા કરી છે.

સાથે જ તમને માહિતી માટે જણાવી દઈએ કે ભૂતકાળમાં, જ્યારે અંકિતા લોખંડે અને પવિત્ર રિશ્તા -2 ના સ્ટાર કાસ્ટ શાહીર શેખ એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. તે દરમિયાન અંકિતાને તેની આગામી ફ્યૂચર પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. તે સમયે ભલે અંકિતાએ કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ વાતો વાતોમાં તેના કો-સ્ટાર શાહીર શેખે જણાવ્યું હતું કે તે આગામી સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, લાગે તો એવું છે કે અંકિતા અને વિક્કી જૈન ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.