અંજલિ ભાભીએ આ કારણે છોડ્યો હતો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો, જાણો શું કરી રહી છે અત્યારે

મનોરંજન

ટીવીની દુનિયાનો સૌથી વધુ પ્રખ્યાત શો જેણે દેશના દરેક ઘરોમાં પોતાની ઓળખ બનાવી છે. એક એવો શો કે જેને આખો પરિવાર એક સાથે બેસીને જોઈ શકે છે. આ શો એ લાંબા સમયથી માત્ર દર્શકોના દિલો પર જ રાજ કર્યું નથી, પરંતુ તેના પાત્ર નિભાવતા કલાકારો પણ ઘર ઘરમાં પ્રખ્યાત છે. આજે અમે આ શોનું લોકપ્રિય પાત્ર નિભાવનારી જૂની અંજલી ભાભી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો બદલાઈ ગયો છે. શોના કેટલાક કલાકારોએ શોને અલવિદા પણ કહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ આ શોની મહત્વપૂર્ણ કલાકાર નેહા મહેતા વિશે, જેણે શોમાં તારક મહેતાની પત્ની અંજલી ભાભીની ભૂમિકા નિભાવી હતી. નેહાએ લોકડાઉન પછી કમબેક કર્યું નથી. આ શોમાં અંજલિ ભાભીનું પાત્ર હવે સુનૈના ફોજદાર નિભાવી રહી છે.

જણાવી દઈએ કે આજે પણ તેમના ચાહકો એ જાણવા માગે છે કે જૂની અંજલિ ભાભી એટલે કે નેહા મહેતા આટલો મોટો અને લોકપ્રિય શો છોડ્યા પછી શું કરી રહી છે? થોડા દિવસો પહેલા નેહા મહેતાએ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા પછી તેમની લાઈફમાં ઘણો બદલાવ આવ્યો છે.

નેહા અનુસાર આ શોને છોડ્યા પછી જ તે પોતાને મળી શકી અને તે જાણી શકી કે તે જિંદગીમાં તેના સિવાય બીજું શું કરી શકે છે. નેહા હવે સંપૂર્ણ રીતે મોટા પડદા તરફ વળી ગઈ છે. જણાવી દઈએ કે તેણે એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ સંપૂર્ણપણે મહિલાઓ અને તેમની શક્તિ પર કેન્દ્રિત છે. નેહાની આ ફિલ્મ ટૂંક સમયમાં જ જોવા મળી શકે છે.

શો છોડ્યા પછીનું ઈંટરવ્યૂ: આ શો છોડ્યા પછી નેહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે- ‘મને મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. હું અસિત મોદીનું સન્માન કરું છું. આ કારણોસર હું કહી શકું છું કે કેટલીકવાર તમારું મૌન બોલે છે. હું તેમાં વિશ્વાસ કરું છું. મારે એક સારું જીવન જીવવું છે અને મારા દર્શકો અને દુનિયા માટે એક સારું કામ કરવું છે. તો મને લાગે છે કે દરેક અંત એક સારી શરૂઆત લઈને આવે છે.’

તેમને ઘણા શો માટે ઓફર મળી ચુકી છે: નેહાએ તેના આ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ટીવીનો લોકપ્રિય શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા પછી તેને અન્ય બે શો કરવાની ઓફર મળી હતી. પરંતુ તે બંને ઓફર તેમણે એટલા માટે નકારી હતી કારણ કે તેમાં જે પાત્ર તેમને આપવામાં આવી રહ્યું હતું તેનાથી તે ખુશ ન હતી. તેને નિભાવવા માટે તેના દિલે પણ તેને રજા આપી ન હતી.

તારક મેહતા એ બનવ્યો રેકોર્ડ: જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલે ગયા વર્ષે સપ્ટેમ્બર મહીનામાં તેના 3000 એપિસોડ પૂરા કર્યા છે. હવે આ શો 3 હજારથી પણ વધુ એપિસોડ પોતાના દર્શકોને દેખાડી ચુક્યો છે. ટીવી ઈતિહાસમાં તારક મેહતા અત્યાર સુધીનો સૌથી લાંબો ચલનારો કોમેડી શો બની ચુક્યો છે.

591 thoughts on “અંજલિ ભાભીએ આ કારણે છોડ્યો હતો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો, જાણો શું કરી રહી છે અત્યારે

 1. Pingback: meritroyalbet
 2. Pingback: meritroyalbet
 3. Pingback: madridbet
 4. Pingback: meritroyalbet
 5. Pingback: makrobet
 6. Pingback: makrobet
 7. Pingback: slot siteleri
 8. Pingback: arzbet
 9. Pingback: arzbet
 10. Pingback: aspercasino
 11. Pingback: aspercasino
 12. Pingback: aspercasino
 13. Pingback: meritroyalbet
 14. Pingback: eurocasino
 15. Pingback: kronosslot

Leave a Reply

Your email address will not be published.