39 વર્ષની ઉંમરે થયું અનીતા હસનંદાનીનું બેબી શાવર, શામેલ થઈ ટીવીની ઘણી અભિનેત્રીઓ, જુવો તસવીરો

બોલિવુડ

ટીવી અભિનેત્રી અનિતા હસનંદનીના ઘરે આ દિવસોમાં ખુશીઓનું વાતાવરણ છે. અનિતા અને તેના પતિ રોહિત રેડ્ડી આતુરતાથી તેમના બાળકની રાહ જોઈ રહ્યા છે. અનિતા હસનંદનીએ થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા દ્વારા ઘોષણા કરી હતી કે તે પ્રેગ્નેંટ છે અને ટૂંક સમયમાં જ માતા બનશે. અનિતાના આ સમાચાર આપતાની સાથે આ તે સમાચાર વાયરલ થઈ ગયા અને ચાહકો તેને શુભેચ્છાઓ આપવા લાગ્યા. અનિતા હસનંદાની 39 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. તાજેતરમાં અભિનેત્રીની બેબી શાવરની સેરેમની કરવામાં આવી હતી, જેની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જે તસવીરો સામે આવી છે તેમાં કપલ ખુબ ખુશ દેખાઈ રહી છે.

અનિતાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીરમાં અનિતા તેનોના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ખાસ પ્રસંગે અનિતાએ યલો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. તે જ સમયે, પતિ રોહિત બ્લુ કલરની જીન્સ અને લાઇટ બ્લુ કલરના સ્વેટશર્ટમાં જોવા મળ્યો હતો. અનીતાના બેબી શાવરમાં ટીવી ઈંડસ્ટ્રીની ઘણી અભિનેત્રી શામેલ થઈ હતી.

અનિતાની ખુશીમાં ટીવી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા, કરિશ્મા તન્ના, રિદ્ધિમા પંડિત, અદિતિ ભાટિયા જેવી પ્રખ્યાત અભિનેત્રીઓ પહોંચી હતી. તે જ સમયે પ્રોડ્યૂસર એકતા કપૂર પણ અનિતા હસનંદાનીના બેબી શાવર સેરેમનીમાં પહોંચી હતી. અનિતાએ તેની બેબી શાવર સેરેમનીને ખૂબ એન્જોય કરી છે. અનિતા અને રોહિતે એક સુંદર કેક પણ કટ કરી છે.

જણાવી દઈએ કે, એક ઇન્ટરવ્યુમાં અનિતાએ 39 વર્ષની ઉંમરે માતા બનવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અનિતાના કહેવા અનુસાર, ઉંમર માત્ર એક નંબર છે અને આ વાતથી તેને કોઈ ફર્ક પડતો નથી. અનિતાએ કહ્યું કે આખરે તે જ થાય છે જે નસીબમાં લખાયેલું છે. અનિતા અને રોહિતે લગ્નના સાત વર્ષ પછી બેબી પ્લાન કર્યું છે. તે આ વર્ષે બાળક ઇચ્છતા હતા, જેથી ફેમિલિની શરૂઆત થઈ શકે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, અનિતા હસનંદાની એક બાળકની માતા બનશે. હાલમાં અનિતા પ્રેગ્નેંસીના સાતમા મહિનામાં છે.

અનિતા હસનંદાની નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી છે. અનિતા નાના પડદા ઉપરાંત કેટલીક બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. અનીતાએ વર્ષ 2013 માં ગોવામાં રોહિત રેડ્ડી સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. અનિતા પંજાબની છે ત્યારે રોહિત તમિલનાડુન છે. બે વર્ષ ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંનેના લગ્ન પંજાબી અને તેલુગુ રિવાજોમાં થયા હતા. ગોવામાં 4 દિવસો સુધી તેમના લગ્નનું સેલિબ્રેશન ચાલ્યું હતું. અનિતા અને રોહિતના લગ્નમાં ટીવીના ઘણા મોટા સ્ટાર્સ શામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published.