ટીવી અભિનેત્રી અનિતા હસનંદાની એ આપ્યો પુત્રને જન્મ, જુવો તેમના પુત્રની પહેલી ઝલક

Uncategorized

ટીવીની પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રી અનિતા હસનંદાનીએ તાજેતરમાં જ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અનિતાએ 9 ફેબ્રુઆરીના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી અનિતાના પતિ રોહિત રેડ્ડીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આપી છે. આવી સ્થિતિમાં હવે અનીતા અને રોહિતને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

રોહિતે પોતાના ઈંસ્ટા એકાઉંટ પરથી અનિતાની સાથે એક તસવીર શેર કરીને જણાવ્યું છે કે તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. ફોટામાં રોહિત તેની પત્ની અનિતાને પ્રેમથી કિસ કરતા જોવા મળી રહ્યો છે. આ પહેલા અનિતા હસનંદનીએ બેબી બમ્પ સાથે તેની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી.

જો કે રોહિતે જ્યારથી પુત્રના જન્મની માહિતી આપી છે ત્યારથી તેના ચાહકોની ખુશીનું ઠેકાણું રહ્યું નથી. તેથી ચાહકો સહિત ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીના સ્ટાર્સ પણ અભિનંદન આપી રહ્યા છે.

અનીતા હસનંદાની લગ્નના આટલા વર્ષ પછી બની માતા: જણાવી દઇએ કે થોડા સમય પહેલા અનિતાએ એક વીડિયો શેર કરીને માતા બનવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે હવે માતા બનવાનો યોગ્ય સમય છે. અમે (અનીતા-રોહિત) છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને અમે 7 વર્ષથી લગ્નના બંધનમાં બંધાયેલા છીએ. તેમણે આગળ કહ્યું કે, હવે અમે માતાપિતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને બાળક સાથે સેટલ થવા ઈચ્છીએ છીએ. અનિતાએ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે બધું જ પરફેક્ટ રીતે થઈ રહ્યું છે. જોકે હવે તે માતા બની ગઈ છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે.

જણાવી દઈએ કે 39-વર્ષીય અનિતાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. અનિતા અને રોહિત લગ્નના 7 વર્ષ પછી માતા-પિતા બન્યા છે. તેમના લગ્ન 14 ઓક્ટોબર 2013 ના રોજ થયા હતા અને તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

અનીતા અને રોહિતે ગોવામાં 4 દિવસ સુધી લગ્નનું સેલિબ્રેશન કર્યું હતું. અનીતા હસનંદાની પંજાબી છે, જ્યારે તેનો પતિ રોહિત રેડ્ડી તમિલનાડુનો છે. તેમની લવ સ્ટોરી નચ બલિયેની 9 મી સિઝનમાં શરૂ થઈ હતી જ્યારે તે બંનેએ આ ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. અનિતા અને રોહિતની જોડી ફર્સ્ટ રનર અપ રહી હતી, તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

અનિતાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટેલિવિઝનની દુનિયાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે આજ સુધીમાં અનેક સિરીયલોમાં કામ કર્યું છે. અનિતા છેલ્લા એક દાયકાથી દર્શકોને તેની એક્ટિંગના દિવાના બનાવી રહી છે. તેણે અત્યાર સુધીમાં નાગિન-3, યે હૈ મોહબ્બતે અને ક્યા દિલ મેં હૈ જેવી અનેક સિરીયલોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું છે.

અનિતા હસનંદનીએ માત્ર સિરિયલોમાં જ નહીં પરંતુ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે. મતલબ સ્પષ્ટ છે કે અનિતા એક ઉત્તમ અભિનેત્રી છે, જેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published.