ખૂબ જ યૂનિક છે અનિલ કુંબલે ના ત્રણેય બાળકોના નામ, તમે પણ તમારા બાળકોને આપો આ યૂનિક નેમ

રમત-જગત

ભારતીય ટેસ્ટ ક્રિકેટના સફળ બોલર અનિલ કુંબલેએ પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. સાથે જ 7 ફેબ્રુઆરી 1999 ના રોજ રમાયેલી ટેસ્ટ મેચની એક ઇનિંગમાં, તેમણે લગભગ 10 વિકેટ લીધી, જેનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. 17 ઓક્ટોબર 1970ના રોજ જન્મેલા અનિલ કુંબલેએ 1990માં ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફર્ડ માં ઈંટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી તેણે ઘણી સિરીઝ રમી. ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે અનિલ કુંબલેને ‘જમ્બો’ નામથી પણ ઓળખવામાં આવે છે.

તેમણે માત્ર 13 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો અને પછી તે એક મોટું નામ બનીને ઉભરી આવ્યા. ક્રિકેટની દુનિયામાં એક ઉચ્ચ સ્થાન મેળવ્યા પછી, અનિલ કુંબલેએ વર્ષ 1999માં ચેતના સાથે લગ્ન કર્યા અને તેમના ઘરે 3 બાળકોનો જન્મ થયો. જણાવી દઈએ કે અનિલ કુંબલેએ પોતાના બાળકોના નામ ખૂબ જ યૂનિક રાખ્યા છે. તો ચાલો જાણીએ અનિલ કુંબલેના બાળકોના નામ અને આ ઉપરાંત કેટલાક અન્ય નામ જે તમે તમારા બાળકોને આપી શકો છો.

ખૂબ જ યૂનિક છે અનિલ કુંબલેના 3 બાળકોના નામ: લગ્ન પછી અનિલ કુંબલેના ઘરે વર્ષ 2005માં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ માયસ રાખવામાં આવ્યું. જણાવી દઈએ કે માયસ હવે 17 વર્ષનો થઈ ચુક્યો છે અને તેના નામનો અર્થ “ભ્રમ અથવા જાદુ અથવા હિન્દુ દેવી લક્ષ્મીનું વૈકલ્પિક નામ”.

સાથે જ તેમની પુત્રીનું નામ સ્વસ્તી છે, જેનો જન્મ વર્ષ 2007માં થયો હતો. આ નામનો અર્થ છે, ‘સંપૂર્ણ શાંતિ, એક તારાનું નામ અથવા પછી એક એવો તારો જે દરેક જગ્યાએથી જોઈ શકાય છે. આ ઉપરાંત પણ કુંબલેની એક પુત્રી છે જેનું નામ આરૂણી છે. આરુણી કુંબલેની સૌથી મોટી પુત્રી છે જેનો જન્મ વર્ષ 1994માં થયો હતો. આરુણીના નામનો અર્થ થાય છે “કંઈક શરૂ કરવું અથવા વિકસિત કરવું, અથવા પછી સવારે પ્રકાશ વધારવા માટે.”

બિપાશા: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુનું નામ તો દરેકે સાંભળ્યું જ હશે. જણાવી દઈએ કે આ એક બંગાળી નામ છે જે ભારતની એક મુખ્ય નદી પણ છે. તેના નામ પરથી બિપાશાનું નામ રાખવામાં આવ્યું છે. જો તમે તમારી પુત્રી માટે નવું નામ વિચારી રહ્યા છો, તો બિપાશા નામ પણ ખૂબ જ અનોખું છે અને તે બોલવામાં પણ ખૂબ જ સારું લાગે છે.

દેવિકા: જણાવી દઈએ કે, દેવિકા નામ પણ છોકરીઓ માટે સૌથી સારું નામ હોય છે. ખરેખર આ નામનો અર્થ દેવી થાય છે. હિન્દુ ધર્મમાં આ નામ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તમારી ‘બેબી ગર્લ’નું નામ દેવિકા રાખી શકો છો.

દેવાંશ: દેવાંશ નામ પણ ખૂબ જ અલગ છે. આ નામનો અર્થ ભગવાન અથવા ભગવાનનો એક ભાગ છે. દેવ એટલે ભગવાનનો અંશ. જો તમારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે તો તમે આ નામ રાખી શકો છો.

અવ્યવન: અવ્યવન ખૂબ જ યૂનિક નામ છે. આ પ્રકારનું નામ ભાગ્યે જ સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા બાળકોનું નામ ખૂબ જ અલગ અને યૂનિક રાખવા ઈચ્છો છો તો આ નામ પસંદ કરી શકો છો. હિન્દુ ધર્મ મુજબ આ નામ ખૂબ જ મધુર અને પવિત્ર છે જેને ભગવાન વિષ્ણુનું બીજું નામ માનવામાં આવે છે.