પત્ની સાથે પોતાના બોન્ડિંગને લઈને ઈમોશનલ થયા અનિલ કપૂર, જુવો એનિવર્સરી પર શેર કરેલી તેમની કેટલીક જૂની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે પોતાની વેડિંગ એનિવર્સરી પર ઈમોશનલ પોસ્ટ સાથે ઘણી તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરો એકથી એક ચઢિયાતી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને સુનીતા કપૂર પોતાના લગ્નની 38મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ પ્રસંગ પર તેમણે સુનીતા કપૂર સાથેની કેટલીક થ્રોબેક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેમનો મજબૂત બોન્ડિંગ જોઈ શકાય છે. આ સાથે અનિલ કપૂરે ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે.

અનિલ કપૂરે લખ્યું છે કે, “સુનીતા કપૂર, હેપ્પી એનિવર્સરી. હું આશા રાખું છું કે દરેકને અમારી જેમ પ્રેમ મળે, જેવી રીતે અમે બંનેએ એકબીજાને પ્રેમ કર્યો છે. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે તમારી સાથે હું દરેક દિવસ જીવું છું અને દરરોજ યુવાન અનુભવું છું.”

“તમારો આભાર મને ત્રણ અદ્ભુત, પ્રેમ કરનાર, આત્મનિર્ભર અને ક્રેઝી બાળકો આપવા બદલ આભાર. તમે મારું દિલ છો અને મારું ઘર પણ. તમારાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ છે અને આજે 38 વર્ષમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે હું તમારાથી દૂર છું.” અનિલ કપૂરે 1984માં સુનીતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને લગ્નના 10 વર્ષ પહેલાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. “હું દિવસો ગણી રહ્યો છું, મિનિટ્સ અને સેકેંડ્સ ગણી રહ્યો છું તે જગ્યા એ મળવાને લઈને જે તમારી ફેવરિટ છે. હું તમને ખૂબ મિસ કરી રહ્યો છું અને હું તમને ખૂબ કરૂં છું.”

અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂરની જોડી દરેકને પસંદ આવે છે. બંનેની લવસ્ટોરીની વાત કરીએ તો વર્ષ 1984માં અનિલ કપૂરે સુનીતા સાથે સાત ફેરા લીધા હતા.

વર્ષ 2018માં એક ઈન્ટરવ્યુમાં અનિલે તેની લવ સ્ટોરી વિશે ઘણા ખુલાસા કર્યા હતા. અનિલે જણાવ્યું હતું કે પહેલી મુલાકાત ફોન દ્વારા થઈ હતી. અનિલ કપૂરના એક મિત્રએ સુનીતાને અનિલનો નંબર એક પ્રૅન્ક કૉલ કરવા માટે આપ્યો હતો. જ્યારે સુનીતાએ તેને ફોન કર્યો તો અનિલને સુનીતાનો અવાજ ખૂબ પસંદ આવ્યો, ત્યાર પછી બંને એક પાર્ટી દરમિયાન મળ્યા અને બંને વચ્ચે ખૂબ વાતચીત થઈ.

બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે અનિલ કપૂર પોતાના જીવનમાં સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે અનિલને ભાગ્યે જ કોઈ જાણતું હશે. અનિલ પાસે તે સમયે ટેક્સીના ભાડાના પણ પૈસા ન હતા, પરંતુ તેમની પત્ની સુનીતા એ તેની ખૂબ મદદ કરી હતી. સુનીતા એવું એટલા માટે કરતી હતી કે અનિલને બસ ન પકડવી પડે અને તે જલ્દી મળી શકે. ખૂબ મહેનત પછી અનિલ કપૂર ફિલ્મોમાં જોવા મળવા લાગ્યા, જેમાં તેમની ભૂમિકાઓ પણ ખૂબ સારી હતી.

17 મે 1984ના રોજ અનિલ કપૂરે ફિલ્મ મેરી જંગ સાઈન કરી હતી. 18 મેના રોજ તેણે સુનીતાને પ્રપોઝ કર્યો અને 19 મેના રોજ બંનેએ લગ્ન પણ કરી લીધા. અનિલ કપૂર આ સમયે એક પ્રોજેક્ટના સંબંધમાં બહાર છે. તે શૂટિંગમાં વ્યસ્ત છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અનિલ કપૂરની ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચુક્યું છે. સાથે જ સમાચાર છે કે આ ફિલ્મ 24 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને નીતુ કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે.