લગ્નના બંધનમાં બંધાઈ અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર, આ ફિલ્મી સ્ટાર્સ થયા શામેલ, જુવો તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અચાનક જ સમાચાર આવ્યા કે અનિલ કપૂરની નાની પુત્રી રિયા તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરી રહી છે. હવે આ કપલે સાત ફેરા લઈ લીધા છે અને તેમના પ્રેમાળ સંબંધને લગ્ન કરીને આ કપલે નવું નામ આપ્યું છે.

પુત્રીના લગ્નના શુભ પ્રસંગ પર અનિલ કપૂરનું ઘર લાઇટમાં નાહતા જોવા મળ્યું. ઘરને કોઈ નવી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં પરિવારના સભ્યો અને બોલિવૂડના મહેમાનો ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રિયા કપૂરના લગ્ન ખૂબ જ ખાનગી રીતે થઈ રહ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ આ લગ્નમાં કરવામાં આવ્યો નથી. લગ્નમાં માત્ર કપૂર પરિવાર અને બુલાની પરિવાર અને તેમના કેટલાક નજીકના સંબંધીઓ શામેલ રહ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રિયા કપૂર લગભગ 13 વર્ષથી કરણ બુલાની સાથે રિલેશનશિપમાં છે અને છેવટે હવે આ 13 વર્ષનો આ સાથ ઉંમર ભર સાથે રહેવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રિયા અને કરણના લગ્નના ફંક્શન બેથી ત્રણ દિવસ સુધી ચાલશે. ચાલો નજર કરીએ લગ્નમાં આવેલા ઘર-પરિવાર અને બોલીવુડ સાથે જોડાયેલા લોકો પર.

રિયાના લગ્નમાં હાલમાં હિન્દી સિનેમાના કોઈ સ્ટાર્સ જોવા મળ્યા નથી. જે સ્ટાર્સ તમે તસવીરોમાં જોઈ રહ્યા છો તે અનિલ કપૂરના પરિવારના સભ્યો જ છે. રિયાના લગ્નમાં અનિલ કપૂરના મોટા ભાઈ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરનો પરિવાર જોવા મળ્યો હતો. સાથે જ નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂર પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.

રિયા અને કરણના લગ્નમાં શામેલ થવા માટે અનિલ કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂર પરિવાર સાથે શામેલ થયા હતા. તે બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. રિયાની આંટી મહીપ કપૂર અને પિતરાઈ ભાઈ જહાન કપૂર પણ માતા-પિતા સાથે જોવા મળ્યા હતા.

સંજય કપૂર અને મહિપ કપૂરનો પુત્ર શનાયા કપૂર અને બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર બંને સાથે જાવા મળ્યા હતા. શનાયા એ જ્યારે મસ્ટર્ડ રંગનો લહેંગો પહેર્યો હતો તો ખુશી કપૂર પીળા રંગના લહેંગામાં જોવા મળી હતી.

નાની બહેન રિયાના લગ્નમાં શામેલ થવા માટે સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે જોવા મળી હતી. સોનમે હળવા વાદળીના રંગના અનારકલી સૂટમાં ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. અનિલ કપૂરના મોટા ભાઈ અને રિયા કપૂરના મોટા પાપા બોની કપૂર સિંપલ સફેદ રંગના કુર્તા પાયજામામાં લગ્નમાં શામેલ થયા હતા.

પોતાની નાની બહેનના લગ્નમાં અભિનેતા અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. તે પોતાની બહેન અંશુલા કપૂર સાથે આ લગ્નમાં પહોંચ્યો હતો. જ્યારે અર્જુન કપૂર વાદળી રંગના કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો, તો અંશુલાએ લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. ભાઈ-બહેનની આ જોડીએ પેપરાજીને ખૂબ પોઝ પણ આપ્યા.

લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો રિયા કપૂર અને કરણ બલુનીને લગ્નની શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે. પુત્રીના લગ્નમાં અનિલ કપૂર પણ તૈયાર થયેલા જોવા મળ્યા. તેણે વાદળી રંગનો કુર્તો અને ધોતી પહેરી હતી. અનિલ કપૂરે મીડિયાકર્મીઓને મીઠાઈ પણ વહેંચી હતી.

જણાવી દઈએ કે રિયા કપૂર પ્રોડ્યૂસર છે. કરણ બૂલાની ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર છે. જણાવી દઈએ કે તે નેટફ્લિક્સની ડ્રામા સીરીઝ ‘સિલેક્શન ડે’ નું પ્રોડ્યૂસ કરી ચુક્યા છે. તે અત્યાર સુધીમાં 500 થી વધુ એડ માટે કામ કરી ચુક્યા છે.