જન્નતની જેમ ખૂબ જ સુંદર છે અનિલ કપૂરનો બંગલો, જુવો તેમના આ લક્ઝરી બંગલાની અંદરની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક ખૂબ મોટું નામ છે. અનિલે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ અનિલે ખૂબ પૈસા પણ કમાવ્યા છે. આ પૈસાથી અનિલનો એક ખૂબ જ લક્ઝરી બંગલો પણ બનેલો છે. યાદ અપાવી દઈએ કે આ તે જ બંગલો છે જ્યાં અનિલ કપૂરે પોતાની લાડલી પુત્રી સોનમ કપૂરના લગ્ન કર્યા હતા. ત્યારે લગ્નના ઘણા ફંકશન આ લક્ઝરી બંગલામાં થયા હતા. તાજેતરમાં અનિલ કપૂરે આ જ બંગલામાં તેની પત્ની સુનીતા કપૂર સાથે લગ્નની 36 મી એનિવર્સરી સેલિબ્રેટ કરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને અનિલના આ સુંદર બંગલાની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

પ્રેમથી રહે છે આખો પરિવાર: મુંબઈના જુહુમાં આવેલા અનિલ કપૂરના આ બંગલામાં તે પોતાના આખા પરિવાર સાથે પ્રેમથી રહે છે. અનિલ અને સુનીતા ઉપરાંત આ પરિવારમાં તેમના ત્રણ બાળકો હર્ષવર્ધન કપૂર, રિયા કપૂર અને સોનમ કપૂર આહુજા શામેલ છે. જોકે સોનમ લગ્ન પછી હવે દિલ્હીમાં તેના સાસરિયાના ઘરમાં રહે છે.

અનિલની પત્નીએ કરી છે બંગલાની સજાવટ: અનિલ કપૂરની પત્ની સુનીતાને ઘરની સજાવટ કરવાનો ખૂબ શોખ છે. અનિલના સુંદર અને લક્ઝરી બંગલાની જે ડિઝાઇન અને સજાવટ છે તે સુનીતાના મગજની જ દેન છે. સુનિતાએ આ બંગલામાં પોતાની પસંદગીની વસ્તુઓ જ રાખી છે. આ સાથે જ અનિલ કપૂરની પસંદગીને ધ્યાનમાં રાખીને સુનીતાએ ઘરની ડિઝાઇન તૈયાર કરી છે.

છોડ અને મૂર્તિઓ છે વધુ: સુનીતાને ઘરની આસપાસ ફૂલ-છોડ લગાવવાનો ખૂબ શોખ છે. આ બંગલામાં હરિયાળી ખૂબ જોવા મળી જશે. આ ઉપરાંત ઘરમાં માટીની બનેલી ચીજોની ભરમાર છે. તેમાં માટીથી બનેલી આ મૂર્તિઓ વધુ જોવા મળી જશે. આ બંગલામાં એક મોટી બાલ્કની પણ છે જેમાં બેસીને આખો પરિવાર નાસ્તો કરે છે.

લાકડાનો છે ખાસ ઉપયોગ: અનિલના બંગલામાં લાકડાનો ઉપયોગ ખૂબ જ ખાસ અને સુંદર રીતે કરવામાં આવ્યો છે. અહીં ખુરશી ટેબલથી લઈને ઘણી અન્ય ચીજો લાકડાથી બનેલી છે. સાથે જ ઘરની લોબીમાં એક ભગવાન બુદ્ધની મૂર્તિ પણ છે.

મેકઅપ રૂમ અને પેઇન્ટિંગ્સ: સુનીતાને ઘરમાં પેઇન્ટિંગ્સ લગાવવાનો પણ ખૂબ શોખ છે. તેના બંગલામાં તમને ઘણી એકથી એક ચઢિયાતી પેઇન્ટિંગ્સ જોવા મળશે. આ ઉપરાંત સુનિતાએ મેકઅપ કરવા માટે એક અલગ રૂમ પણ બનાવ્યો છે.

જણાવી દઈએ કે અનિલ કપૂર અને સુનીતાના લગ્ન 1984 માં થયા હતા. તેની 36 મી એનિવર્સરી પર અનિલ કપૂરે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે સુનીતાને પ્રપોઝ કર્યો હતો. અનિલે આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે એક પરિસ્થિતિમાં તેને પ્રેમ અને કારકિર્દી વચ્ચે કોઈ એક ચીજની પસંદગી કરવાની હતી. ત્યારે અનિલે પોતાનો પ્રેમ પસંદ કર્યો હતો. અનિલ કપૂર જણાવે છે કે જ્યારે તેમણે પહેલી વખત પોતાની પત્નીને દુલ્હનના લુકમાં જોઈ હતી ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા.