અનિલ કપૂરની નાની પુત્રી રિયા આજે બનશે દુલ્હન, લગ્નની શરૂ થઈ વિધિઓ, જુવો તસવીરો

બોલિવુડ

અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર આજે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન કપૂર નિવાસસ્થાનથી જ થઈ રહ્યા છે. લગ્નને કારણે કપૂર નિવાસને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને ઘણા મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. અનિલ કપૂરના જુહુ વાળા બંગલામાં લગ્નની તૈયારીઓ જોર-શોરમાં ચાલી રહી છે અને લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે પણ આવી રહ્યા છે.

જોકે અત્યાર સુધી કપૂર પરિવાર દ્વારા રિયાના લગ્નની ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો મુજબ ઘરમાં રિયાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને લગ્નનું ફંક્શન લગભગ 2-3 દિવસ સુધી ચાલવાનું છે. અનિલ કપૂરના ઘરની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગઈ રાત્રે કરણ બુલાની પણ રિયા કપૂરના ઘરે આવ્યા હતા. તેમને ઘરની બહરા નીકળતા સ્પોટ કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લાલ શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને કપૂર નિવાસથી નિકળીને લક્ઝરી કારમાં બેસતા જોવા મળ્યા છે.

એક સમાચાર મુજબ રિયા અને કરણના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે. તેમાં માત્ર પરિવાર અને નજીકના લોકો જ શામેલ થયા છે. કોરોનાને કારણે લગ્નમાં ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને કોરોનાના નિયમોનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

પોતાની બહેનના લગ્નમાં શામેલ થવા માટે સોનમ કપૂર પણ થોડા દિવસ પહેલા લંડનથી મુંબઈ પરત આવી હતી. સોનમ લગભગ એક વર્ષથી તેના પતિ સાથે લંડનમાં રહેતી હતી. સાથે જ લગ્નની તારીખ નક્કી થતાની સાથે જ સોનમ મુંબઈ આવી હતી.

પહોંચી રહ્યા છે મહેમાન: લગ્ન માટે અનિલ કપૂરનો જુહુમાં આવેલો બંગલો સંપૂર્ણ રીતે તૈયારછે અને લગ્નમાં શામેલ થવા માટે મહેમાન પણ અનિલ કપૂરના ઘરે પહોંચવા લાગ્યા છે. લગ્ન માટે અર્જુન કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર અને અંશુલા કપૂર પણ તેમના કાકાના ઘરે પહોંચી ગયા છે.

અર્જુન કપૂર વાદળી કુર્તામાં જોવા મળ્યો હતો. બીજી તરફ બોની કપૂરે આ દરમિયાન સફેદ કુર્તો પહેર્યો હતો. આ પહેલા અનિલ કપૂરની પણ કેટલીક તસવીરો સામે આવી હતી. આ ઉપરાંત સંજય કપૂર અને મહિપ પોતાના પુત્ર જેહાન સાથે પણ અહીં જોવા મળ્યા છે.

નોંધપાત્ર છે કે રિયા કપૂર બોલિવૂડની પ્રખ્યાત પ્રોડ્યૂસર અને ફેશન ડિઝાઇનર છે. તે ઘણા વર્ષોથી કરણ સાથે રિલેશનશિપમાં છે. કરણ પણ એક ફિલ્મ પ્રોડ્યૂસર છે. જેમણે ઘણી એડ ફિલ્મો પણ બનાવી છે. રિયાની ફિલ્મ ‘આયશા’ માં પણ કરણે સહાયક ભૂમિકા નિભાવી હતી. કહેવાય છે કે બંનેની મુલાકાત ફિલ્મ આયશાના સેટ પર થઈ હતી.

આ રિયાની પ્રોડ્યૂસર તરીકે પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં કરણે આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. રિયા એ આયશા ઉપરાંત ખૂબસૂરત, વીરે દી વેડિંગ જેવી ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે.