અભિનેત્રી અંગિરા ધર એ કશ્મીરી રિવાજ સાથે કર્યા ગુપ્ત રીતે લગ્ન, જુવો તેના લગ્નની તસવીરો

બોલિવુડ

જોકે ભારતમાં લગ્ન એક મોટી ઈવેંટ હોય છે, પરંતુ આ કોરોના મહામારીને કારણે અત્યારે દરેક નાના અને ગુપ્ત રીતે લગ્ન કરી રહ્યા છે. હંમેશા રોયલ રીતે લગ્ન કરતા બોલીવુડ સ્ટાર્સ પણ આ દિવસોમાં સિંપલ વેડિંગ કરી રહ્યા છે. હવે સુંદર અભિનેત્રી અંગિરા ધરને જ લઈ લો. અંગિરા ધરને આપણે બધા વેબ સીરીઝ ‘બેંડ બાજા બારાત’માં અને વિકી કૌશલ સાથે ફિલ્મ ‘લવ પર સ્ક્વાયર ફુટ’ માં જોઈ ચુક્યા છે.

અંગિરાએ 30 એપ્રિલ 2021 ના રોજ આનંદ તિવારી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આનંદને આપણે બધા ફિલ્મ ‘ગો ગોવા ગોન’ માં સૌરભ લાંબા ના પાત્રમાં જોઈ ચુક્યા છીએ. આ કપલની પહેલી મુલાકાત ‘બેંડ બાજા બારાત’ના સેટ પર થઈ હતી. ત્યારે અંગિરા આ વેબ સિરીઝમાં અભિનેત્રી હતી જ્યારે આનંદ લેખક હતો. આ વેબ સિરીઝ પર સાથે કામ કરતી વખતે, તે બંનેને પ્રેમ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં આ કપલે ગુપ્ત રીતે લગ્ન પણ કર્યાં હતાં.

ચાહકોને આ લગ્ન વિશે જાણ 25 જૂન 2021 ના રોજ જાણ થઈ જ્યારે આનંદ તિવારી અને અંગિરાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લગ્નની તસવીરો શેર કરી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ’20 એપ્રિલના રોજ અંગિરા અને મેં અમારી મિત્રતાને લગ્નમાં બદલી. આ લગ્નમાં માત્ર વિશેષ મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. ભગવાન પણ તેના સાક્ષી હતા. આપણી ચારેય બાજુ ધીરે ધીરે જીવન અનલોક થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમે પણ અમારી ખુશીને તમારી સાથે અનલોક કરવા ઈચ્છીએ છીએ.

આંગિરાએ તાજેતરમાં જ તેમના લગ્નમાં યોજાયેલા કાશ્મીરી સમારોહની કેટલીક ઝલક પણ શેર કરી છે. આ તસવીરો અને રશમો જોવામાં ખૂબ જ રસપ્રદ છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે અંગિરા એક કાશ્મીરી હિન્દુ છોકરી છે. આવી સ્થિતિમાં પ્રી-વેડિંગ સેરેમની અને વેડિંગની તસવીરો ખૂબ ક આકર્ષક અને દિલચસ્પ આવી છે. ખાસ એન નોન-કશ્મીરી વ્યક્તિ માટે આ રસમો જોવી ખૂબ જ રસપ્રદ છે.

આ તસવીરોમાં જોઇ શકાય છે કે કેવી રીતે અંગિરાનો પરિવાર દુલ્હનને દેઝહર આપવાની રસમ નિભાવી રહ્યા છે. ખરેખર દેઝહર એક આભૂષણ છે જેને કશ્મીરી બ્રાહ્મણ પંડિત મહિલાઓ તેમના કાનમાં પહેરે છે. પુત્રીના લગ્નના દિવસે છોકરીના પિતા આ આભૂષણ આપે છે. આ જ કારણ છે કે કશ્મીરી પંડિત છોકરીઓ બાળપણથી જ કાનની વચ્ચેનો ઉપરનો ભાગ વીંધાવી લે છે. આ કાણામાં દેઝહર પહેરવામાં આવે છે.

કશ્મીરી બ્રાહ્મણ પંડિત હોવાને કારણે, અંગિરાએ પણ આ રસમ ખુશી ખુશી નિભાવી છે. આ દરમિયાન તેણે પોતાનો લૂક ખૂબ સિમ્પલ રાખ્યો હતો. તે ગોલ્ડન કલરના કુર્તા સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લુકને વધુ રસપ્રદ બનાવવા માટે તેણે બે પોનીટેલ્સ બાંધી. સાથે જ તેના માથા પર લાલ બિંદી ચમકી રહી હતી.

આ ધાર્મિક વિધિ ઉપરાંત અંગિરાએ વિદાય સમારંભની તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં તે પતિ આનંદ તિવારીની આંખોમાંથી કંઈક લૂછતા જોવા મળી રહી છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે વિદાઈ માં તમે નહિં તે રડી રહ્યા છે તો તમે જાણો છો કે તમે યોગ્ય હાથમાં છો.’