28 વર્ષના થયા અનંત અંબાણી, ભાવિ પત્ની રાધિકા સાથે દુબઈમાં ઉજવ્યો જન્મદિવસ, જુવો તેમની તસવીરો

વિશેષ

દેશના સૌથી પ્રખ્યાત અને સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 28 વર્ષના થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે, જન્મદિવસના ખાસ પ્રસંગ પર અનંત અંબાણી પોતાની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે દુબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ પાર્ટી સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ખૂબ એન્જોય કરતા જોવા મળે છે.

રાધિકા સાથે અનંત એ કર્યું એંજોય: વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીનો જન્મદિવસ રોયલ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ ખાસ તક પર પ્રખ્યાત સિંગર આતિફ અસલમે એક સ્પેશિયલ પરફોર્મન્સ આપ્યું હતું. અહીં તેમની આખી ટીમ પહોંચી હતી, જેણે શોમાં ચાર ચાંદ લગાવી દીધા. આ ઉપરાંત પ્રખ્યાત સિંગર રાહત ફતેહ અલી ખાન પણ જોવા મળ્યા જેમણે બોડીગાર્ડનું ગીત ‘તેરી મેરી પ્રેમ કહાની’ ગાયું.

આ ઉપરાંત બી-પ્રાકે પણ આ પાર્ટીની શાન વધારી. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીના બર્થડે બેશની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ પાર્ટીમાં તેના કેટલાક ફ્રેંડ અને પ્રિયજનો પણ જોવા મળ્યા હતા.

વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તેમણે વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી. જણાવી દઈએ કે અંબાણીએ પોતાનો છેલ્લો જન્મદિવસ જામનગરની રિલાયન્સ ટાઉનશિપ રિફાઈનરીમાં સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

શું કરે છે અનંત અંબાણી: વાત કરીએ અનંત અંબાણીના કામ વિશે તો, વર્ષ 2022માં તેમના પિતા એટલે કે મુકેશ અંબાણીએ તેમને નવી ઉર્જા બિઝનેસના લીડર તરીકે ઈંટ્રોડ્યૂસ કર્યા હતા. જણાવી દઈએ કે અનંત અંબાણીએ પોતાની જ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત તેમણે બ્રાઉન યુનિવર્સિટી રોડ આઇલેન્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. ત્યાર પછી, તેમણે વર્ષ 2022 ના અંતમાં સગાઈ કરી અને હવે તે બંને ટૂંક સમયમાં તેમના લગ્નની પણ ઘોષણા કરી શકે છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીને ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ શામેલ થયા હતા. આ દરમિયાન અનંત અને રાધિકા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

કોણ છે રાધિકા મર્ચન્ટ: વાત કરીએ રાધિકા મર્ચન્ટ વિશે તો, તે દવા કંપની એન્કોર હેલ્થ કેરના સીઈઓ અને અબજોપતિ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી છે. જણાવી દઈએ કે અનંત અંબાણીની જેમ રાધિકા મર્ચન્ટ પણ લક્ઝરી લાઈફ જીવે છે અને તે પોતાના પરિવારમાં એકમાત્ર પુત્રી હોવાને કારણે તે રાજકુમારીની જેમ મોટી થઈ છે. મર્ચંટ પરિવારનો સંબંધ ગુજરાતના કચ્છ સાથે છે.

રાધિકાએ મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે. ત્યાર પછી તેણે વર્ષ 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર પછી તેણે નોકરી કરી અને પિતાના બિઝનેસમાં પણ મદદ કરી. હવે તે અંબાણી પરિવારની નાની વહુ બનવાની છે.