3 વર્ષની થઈ કપિલ શર્માની પુત્રી અનાયરા, ભારતી એ શેર કર્યો ગ્રેંડ પાર્ટીનો મજેદાર વીડિયો, તમે પણ અહીં જુવો આ સુંદર વીડિયો

બોલિવુડ

કોમેડીના ‘કિંગ’ કહેવાતા પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા 3 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ તક પર કપિલે તેના ઘરે એક ગ્રેંડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ અને કપિલ શર્માના નજીકના સંબંધીઓ શામેલ થયા હતા. જણાવી દઈએ કે કોમેડિયન ભારતી સિંહ પણ અહીં પહોંચી હતી. તેણે પાર્ટીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી સિંહ ખૂબ જ ખુશ છે અને તે પોતાના પુત્ર ગોલા સાથે પહેલી વખત કોઈ બર્થડે પાર્ટીમાં શામેલ થઈ છે. આ વીડિયોમાં ભારતી સિંહ કપિલની પત્ની ગિન્નીની પણ પ્રસંશા કરતા જોવા મળી રહી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે ગિન્ની આખી પાર્ટીનું આયોજન કરી રહી હતી અને બધા કામ સારી રીતે સંભાળે છે. આ સાથે તેણે અનાયરાને પણ જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ આપી.

તસવીરમાં જોઈ શકાય છે કે પિંક ડ્રેસમાં અનાયરા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. સાથે જ તેની માતા ગિન્નીએ તેની સાથે ટ્વિનિંગ કર્યું. આ સાથે જ ગિન્નીએ પિંક ડ્રેસને બ્રાઉન બૂટ્સ સાથે ટીમઅપ કર્યો. તસવીરમાં જોઈ શકાય છે કે અનાયરાની બર્થડે પાર્ટી જંગલ થીમ પર રાખવામાં આવી હતી. પુત્રી અનાયરાને ખોળામાં લઈને ગિન્નીએ સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, તેના પર ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે. ઘણા સેલેબ્સે પણ કપિલની પુત્રીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

જણાવી દઈએ કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ જાલંધરમાં થયા હતા. ત્યાર પછી, 10 ડિસેમ્બર 2019 ના રોજ, તેમના ઘરે પુત્રી અનાયરાનો જન્મ થયો. ત્યાર પછી, 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ, કપિલ પુત્ર ત્રિહાનના પિતા બન્યા.

જણાવી દઈએ કે કપિલ શર્માની લવસ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. જણાવી દઈએ કે, ગિન્ની કપિલની સ્ટુડન્ટ હતી. તે દિવસોમાં ગિન્ની જાલંધરની ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી, જ્યારે કપિલ શર્મા આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા.

આ દરમિયાન કપિલ અને ગિન્ની એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જોકે કપિલને લાગતું હતું કે, ગિન્ની અને તેના લગ્ન ક્યારેય નહિં થઈ શકે. આવી સ્થિતિમાં લગ્ન પહેલા કપિલ અને ગિન્નીનું બ્રેકઅપ થઈ ગયું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન કપિલે કહ્યું કે, મને લાગ્યું કે અમારા સંબંધોમાં કોઈ ફ્યુચર નથી, કારણ કે તેની આર્થિક સ્થિતિ ખૂબ સારી છે.

આ સિવાય અમે અલગ-અલગ જાતિના હતા જેના કારણે અમે બ્રેકઅપ કરી લીધું. જોકે, પછી જ્યારે કપિલ શર્મા સારું કમાવવા લાગ્યા તો બંને એક વખત ફરીથી સાથે આવ્યા. બંનેએ લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી.