ટેરેસ પર ક્રિકેટ રમતા સુશાંત સિંહ રાજપૂતનો જૂનો વીડિયો આવ્યો સામે, જાણો લેફ્ટી હતો કે રાઈટી

બોલિવુડ

સુશાંતસિંહ રાજપૂતનાં મોતને ત્રણ મહિના વીતી ગયાં છે. 14 જૂનના રોજ એક્ટરની ડેડબોડી તેના બાંદ્રા (મુંબઇ) સ્થિત ફ્લેટમાં પંખા સાથે લટકેલી મળી હતી. ત્યારથી લઈને આજ સુધી ચાહકો સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ જાણવા માગે છે કે શું સુશાંતે ખરેખર આત્મહત્યા કરી છે કે કંઈક બીજું જ હતું. અને જો તે આત્મહત્યા હતી તો, તેની પાછળનું કારણ શું હતું? ચાહકો અને પરિવારની માંગ પછી સીબીઆઈએ આ કેસની તપાસ શરૂ કરી છે. જોકે સુશાંતના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બીજી તરફ ચાહકો સુશાંતને ભૂલી શક્યા નથી. તેમના મૃત્યુના ત્રણ મહિના થઈ ગયા છે, પરંતુ હજી પણ ચાહકોને આ વાતનો વિશ્વાસ આવી રહ્યો નથી. સોશ્યલ મીડિયા પર પણ દરેક જગ્યાએ સુશાંતની તસવીર અને વીડિયો છવાયેલા છે. આ દરમિયાન, તેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુશાંત તેના મિત્રો સાથે ટેરેસ પર ક્રિકેટ રમી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં સુશાંત ડાબા હાથથી ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. તે ટેરેસ પર ક્રિકેટ રમવાની મજા લઇ રહ્યો છે. તે ક્રિકેટને હંમેશાં પસંદ કરતો હતો. તેની એમએસ ધોની પર બનેલી ફિલ્મ પણ સુપરહિટ પર ગઈ હતી. તે ફિલ્મમાં સુશાંતે ક્રિકેટ રમવાના શૉટ્સ ખૂબ શાનદાર આપ્યા હતા.

જણાવી દઈએ કે સુશાંતે પોતાના સપનાનું જે લિસ્ટ બનાવ્યું હતું તેમાં પણ ક્રિકેટનો સમાવેશ હતો. હવે આ વીડિયોથી આ વાત પણ સ્પષ્ટ થાય છે કે સુશાંતને ક્રિકેટ કેટલી પસંદ હતી. સુશાંતનો છત પર ક્રિકેટ રમવાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેને 2 લાખ 46 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.