એક સોપારી બદલી નાખશે તમારી જિંદગી, અજમાવો આ ઉપાય…!

ધાર્મિક

તમે પાન સાથે સોપારી ખૂબ ચાવી હશે અને જો તમે હિંદુ છો તો પૂજા દરમિયાન તમે સોપારીનો ઉપયોગ પણ કર્યો હશે. હિન્દુ ધર્મમાં પૂજા માટે સોપારી ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે. પરંતુ શું તમે જાણો છો, હિન્દુ ધર્મની કેટલીક માન્યતાઓના આધારે સોપારી તમારી જિંદગી બદલી શકે છે. સોપારી તમારી બધી સમસ્યાઓ હલ કરવાની શક્તિ ધરાવે છે. એક સોપારી તમારા બધા બગડેલા કામ બનાવી શકે છે.

જાણો એવું તે શું છે સોપારીમાં: સોપારીનો ઉપયોગ પાન ચાવવા માટે તો કરવામાં આવે છે, પરંતુ લક્ષ્મી-ગણેશની પૂજામાં પણ સોપારી ખૂબ જ મહત્વપૂર્ણ છે, શું તમે જાણો છો કે ખાવાની સોપારી અને પૂજા કરવાની સોપારીમાં ઘણો તફાવત છે. પૂજામાં જે સોપારી ઉપયોગમાં લેવામાં આવે છે તે સોપારી સંપૂર્ણ રીતે અખંડ હોય છે. તે સોપારીનું કદ પ્રમાણમાં ઓછું છે. તે પાન-ગુટકા વાળી સોપારીથી જુદી હોય છે. બંને સોપારીનું પોતાનું અલગ-અલગ મહત્વ છે.

દેવી-દેવતાઓને સોપારી ખૂબ જ પસંદ છે: હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દેવી-દેવતાઓને સોપારી ખૂબ જ પસંદ છે. તેમને ભોગમાં સોપારી ચઢાવવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે. કેટલીક માન્યતાઓ અનુસાર, એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેના દ્વારા તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો, પરંતુ આ માટે તમારે સોપારીનો ઉપયોગ કરવો પડશે. તમે સોપારીના કેટલાક ખૂબ જ ચમત્કારીક ઉપયોગ કરીને તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો.

અટએલા કામ પૂર્ણ થઈ શકે છે: એવું કહેવામાં આવે છે કે જો તમારું કોઈપણ કામ અટકાયેલું છે, તો તમે એક સોપારી અને એક લવિંગ દ્વારા તમારા અટકેલા કામને પૂર્ણ કરી શકો છો. આ માટે જરૂરી છે કે જ્યારે તમે કામ પર જાઓ છો ત્યારે એક સોપારી અને એક લવિંગ તમારી સાથે રાખો. એક લવિંગ તમારા મોંમાં રાખો અને તેને ચાવતા ભગવાન શ્રી ગણેશનું ધ્યાન અથવા તેમના જાપ કરો. કામથી પરત આવ્યા પછી, જ્યારે તમે ઘરે પહોંચો છો, ત્યારે સાથે રાખેલી સોપારી પૂજા ઘરમાં રાખો. આ ઉપાય અજમાવીને, તમે જોશો કે થોડા દિવસોમાં તમારું કાર્ય શરૂ થઈ જશે.

વિશેષ બાબત એ છે કે પૂજાની સોપારી પર જનોય પણ ચઢાવવામાં આવે છે, અખંડ સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આ અખંડ સોપારીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મી કાયમી ધોરણે ઘરમાં વાસ કરે છે. પૂજામાં ઉપયોગ કરેલી સોપારીને તોજોરીમાં રાખવી પણ ફાયદાકારક છે. સોપારીને એક કપડામાં વીટીને અક્ષત, કુમકુમ લગાવીને તેની પૂજા કરો. પૂજા કરીને તિજોરીમાં રાખેલ સોપારી ખૂબ ફાયદાકારક છે.

શાસ્ત્રો અનુસાર સોપારી ખૂબ જ ચમત્કારીક ફળ છે: ભારતીય શાસ્ત્રો અનુસાર સોપારી ખૂબ ચમત્કારીક ફળ છે. સોપારી રાખવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક તંગીની સ્થિતિ આવતી નથી. વ્યવસાયમાં પ્રગતિ માટે પણ સોપારી ખૂબ મદદગાર છે. એવું માનવામાં આવે છે કે શનિવારે રાત્રે પીપળના ઝાડની પૂજા કરીને સોપારી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો રાખો, બીજા દિવસે તે ઝાડનું પાન તોડીને લાવો અને તેને તમારી તિજોરીમાં રાખો તેનાથી ધંધામાં વૃદ્ધિ થાય છે.સોપારીની પૂજા કરવાની વિધિ મુજબ કહેવામાં આવ્યું છે કે તમારે તમારા ઘરમાં સોપારીનું પાન રાખવું જોઈએ, અને તેના પર સિંદૂરમાં ઘી મિક્સ કરીને સ્વસ્તિક બનાવવો જોઈએ, અને તે પાંદડા ઉપર ઉંધી સોપારી રાખીને પૂજા કરવી જોઈએ.

સોપારીનો સૌથી વધુ પુરવઠો કેરળ અને આસામમાં છે: આ તો હતી ધર્મ અને આસ્થાની વાત છે, આ સાથે તમને જણાવી દઈએ કે આપણા દેશમાં સોપારીનો સૌથી વધુ પુરવઠો કેરળ અને આસામમાં છે અને તેનું સૌથી મોટું માર્કેટ નાગપુર, ઇન્દોર અને ગ્વાલિયરનું માર્કેટ છે.

Leave a Reply

Your email address will not be published.