લગ્નના 8 વર્ષ પછી સામે આવી અમૃતા રાવના સીક્રેટ લગ્નની તસવીર, જણાવ્યું શા માટે કર્યા હતા સીક્રેટ લગ્ન, જાણો તેમના લગ્નના કેટલાક રાજ

બોલિવુડ

અમૃતા રાવને આપણે બધા ‘વિવાહ’ ફિલ્મ માટે ઓળખીએ છીએ. જો કે, તેમણે 2003માં ફિલ્મ ઇશ્ક વિશ્ક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ વિવાહ એક એવી ફિલ્મ હતી જેમણે તેમની લોકપ્રિયતામાં ખૂબ વધારો કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે રિયલ લાઈફમાં અમૃતા રાવના લગ્ન ખૂબ જ ગુપ્ત રહ્યા છે.

અમૃતાએ ખોલ્યા ગુપ્ત લગ્નના રાજ: અમૃતાએ વર્ષ 2016માં આરજે અનમોલ સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. આ લગ્ન એટલા સિક્રેટ હતા કે અમૃતાએ પોતાના લગ્નની તસવીરો પણ મીડિયા સાથે શેર કરી ન હતી. પરંતુ હવે લગ્નના 8 વર્ષ પછી અમૃતાએ પોતાનો વેડિંગ આલ્બમ ચાહકો સાથે શેર કર્યો છે. આ સાથે તેમણે પોતાના ગુપ્ત લગ્ન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જણાવ્યા છે.

અમૃતા રાવ અને આરજે અનમોલે 15 મે 2016ના રોજ ગુપ્ત લગ્ન કર્યા હતા. આ લગ્નનું રાજ હવે તેમણે યુટ્યુબ શો ‘કપલ ઓફ થિંગ્સ’માં ખોલ્યું છે. જણાવી દઈએ કે અમૃતા અને અનમોલના પ્રેમની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે તે એક ફિલ્મના પ્રમોશન માટે અનમોલના રેડિયો શો પર ગઈ હતી.

આ કારણે કર્યા હતા ગુપ્ત લગ્ન: પહેલા અનમોલ અને અમૃતાની મિત્રતા થઈ. પછી પ્રેમ થયો ત્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે અમૃતાને ડર હતો કે તેના લગ્નથી તેની કારકિર્દીની સંભાવનાઓ પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં અનમોલે અમૃતાને ગુપ્ત લગ્ન કરવાનો વિચાર આપ્યો. બસ પછી શું હતું આ કપલે 2016માં પુણેના ઈસ્કોન મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

આ લગ્નમાં માત્ર બંને પક્ષના નજીકના પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. આ તમામ લોકોને પણ કપલ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ આ લગ્નને ગુપ્ત રાખે અને આ સમાચાર કે લગ્નની તસવીર બહાર ન જવા દે. જોકે આમ કરવા માટે અમૃતા અને તેના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

લગ્નને ગુપ્ત રાખવા માટે કર્યો ઘણી મુશ્કેલીનો સામનો: જોકે અમૃતાની બહેન પ્રીતિકા રાવ ત્યારે બેઈંતહા શોનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે તેને પાંચ દિવસની રજા લેવા માટે એ ખોટું બોલવું પડ્યું હતું કે તે મોરીશસ એક લગ્નમાં જઈ રહી છે. પછી તે પુણે ચાલી ગઈ જ્યારે બાકીના લોકો વિચારી રહ્યા હતા કે તે મોરેશસમાં જ છે.

મહેંદીમાં લખાવ્યા હતા ફિલ્મોના નામ: અમૃતાએ પોતાની લગ્નની મહેંદીમાં પોતાની તમામ ફિલ્મોના નામ લખાવ્યા હતા. તમે તેમના લગ્ન સાથે જોડાયેલા ઘણા રાજ આ 25 મિનિટના વીડિયોમાં જોઈ શકો છો. જણાવી દઈએ કે લગ્નના ચાર વર્ષ પછી એટલે કે 2020માં અમૃતા અને અનમોલ એક બેબી બોય વીરના માતા-પિતા બન્યા હતા. હાલમાં અમૃતા પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે.