મોસ્ટ ડિઝાયરેબલ વુમન રહી છે બ્યૂટી ક્વીન અમૃતા રાવ, કુલ આટલી અધધધ સંપત્તિની માલિક છે અમૃતા

બોલિવુડ

2000 ના દાયકાની શરૂઆતમાં એક એવી અભિનેત્રીએ બોલિવૂડમાં એંટ્રી કરી જેણે પોતાની સુંદરતાથી લોકોને સંપૂર્ણરીતે મોહી લીધા. ભારતીય સુંદરતાની પ્રતિક હતી અમૃતા રાવ. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી અમૃતા રાવે 2002માં ‘અબ કે બરસ’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ વિવાહ અને ઇશ્ક-વિશ્ક તેની કારકિર્દીની બે એવી ફિલ્મો રહી, જેણે તેની કારકિર્દીને ઉડાન આપી અને તેમને દેશભરમાં એક ઓળખ અપાવી હતી.

મૈં હું ના (2004) અને વેલકમ ટુ સજ્જનપુર (2008) માં અમૃતા રાવની ભૂમિકાઓએ તેને અનુક્રમે ફિલ્મફેર શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી એવોર્ડ નોમિનેશન અને સ્ટારડસ્ટ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો. વિવિધ મીડિયા આઉટલેટ્સ દ્વારા તેને ‘બોલીવુડની સર્વોત્કૃષ્ટ ગર્લ નેક્સ્ટ-ડોર’ કહેવામાં આવે છે. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રાવને ‘2011ની 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન’માંથી એક જણાવી હતી.

પ્રખ્યાત ચિત્રકાર એમએફ હુસૈને જ્યારે અમૃતા રાવની ફિલ્મ ‘વિવાહ’ જોઈ, ત્યારે તેમણે અભિનેત્રીને પોતાની પ્રેરણા માનીને હુસૈને તેની લાઈવ પેઇન્ટિંગ પણ બનાવી. માધુરી દીક્ષિત પછી અમૃતા રાવ બીજી અભિનેત્રી હતી, જેમની એમએફ હુસૈન દ્વારા લાઈવ પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી.

અમૃતા રાવની સંપત્તિ: networthier.com મુજબ, અભિનેત્રી અમૃતા રાવની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર છે, જે ભારતીય ચલણમાં લગભગ 20 કરોડ બરાબર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મોમાં એક્ટિંગ છે. આ ઉપરાંત તે ઘણી મોટી બ્રાન્ડની જાહેરાત પણ કરે છે. મોટા પડદા ઉપરાંત, તેના ચાહકો હાલના સમયમાં અભિનેત્રીને તેની પહેલી ટેલિવિઝન સિરિયલ ‘મેરી આવાઝ હી પહચાન હૈ’માં પણ જોઈ રહ્યા છે.

અભિનેત્રી HTC અને ધ ઈન્ડિયા ફેશન વીક જેવી ઘણી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનો ચેહરો રહી ચુકી છે. અભિનેત્રીની સેલેરીનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે અમૃતાનું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં છે.

અમૃતા રાવ એ પોતાના પરિવારને ખૂબ જ રૂઢિચુસ્ત અને પરંપરાગત હિંદુ ભારતીય પરિવાર જણાવ્યો છે’ પરંતુ તેણે પોતાને ખૂબ જ ઉદારવાદી જણાવી છે. અમૃતા રાવની માતૃભાષા કોંકણી છે. અમૃતા રાવે 15 મે 2016ના રોજ મુંબઈમાં તેના બોયફ્રેન્ડ અનમોલ સાથે 7 વર્ષની ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. અનમોલ એક રેડિયો જોકી છે.