થઈ ચુકી હતી અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રીની સગાઈ, પરંતુ આ કારણે ન થઈ શક્યા લગ્ન

બોલિવુડ

80 અને 90 ના દાયકામાં પ્રખ્યાત રહી ચુકેલી બોલીવુડ અભિનેત્રી અમૃતા સિંહે પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ પોતાના અફેયર્સને લઈને પણ ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. બોલીવુડના ઘણા મોટા અભિનેતાઓ સાથે અમૃતા સિંહનું નામ જોડાયું હતું, સાથે જ ભારતીય ભૂતપૂર્વ જાણીતા ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ અમૃતાનો સંબંધ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

અમૃતા સિંહે તેની ફિલ્મી કરિયરની શરૂઆત 80 ના દાયકાની શરૂઆતમાં જ કરી હતી. 9 ફેબ્રુઆરી 1958 માં પાકિસ્તાનમાં જન્મેલા અમૃતા સિંહની ફિલ્મી કારકીર્દિની શરૂઆત વર્ષ 1983 માં થઈ હતી. તેની પહેલી ફિલ્મ ‘બેતાબ’ હતી. આ ફિલ્મમાં તેનો હીરો હતો સની દેઓલ. ખાસ વાત એ છે કે અમૃતાની સાથે જ આ સનીની પણ પહેલી ફિલ્મ હતી. બંનેએ એકસાથે હિંદી સિનેમા માં પગ મુક્યો હતો.

સાથે કામ કરતી વખતે સની દેઓલ અને અમૃતા સિંહ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. મીડિયામાં પણ બંનેના અફેર્સને લઈને સમાચાર આવવા લાગ્યા હતા. બોલિવૂડમાં ડેબ્યૂ પહેલા સની પૂજા સાથે લગ્ન કરી ચુક્યો હતો. અમૃતાને આ વિશે જાણ ન હતી, જો કે જ્યારે તેને આ વિશે જાણ થઈ ત્યારે તેનો અને સનીનો બ્રેકઅપ થઈ ગયો.

સન્ની દેઓલ સાથે બ્રેકઅપ થયા પછી અમૃતા સિંહનું નામ તે સમયના પ્રખ્યાત ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડાયું હતું. એવું કહેવામાં આવે છે કે અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રીએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની સાથે જ તેમના અફેર્સના સમાચાર પણ આવવા લાગ્યા હતા, જે આગળ જઈને સાચા સાબિત થયા.

રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહનો પ્રેમ વધવા લાગ્યો. બંને તેમના સંબંધોને લઈને ગંભીર હતા અને બંનેએ હંમેશાં એકબીજાનો સાથ નિભાવવાનું મન બનાવી લીધું હતું. વર્ષ 1986 માં બંનેની સગાઈ થઈ ત્યારે તેમના સંબંધો વધુ મજબૂત બન્યા. પરંતુ વાત લગ્ન સુધી પહોંચી નહીં અને આ સંબંધનો અંત આવી ગયો.

રિલેશનશિપ સમાપ્ત થયા પછી એક ઇન્ટરવ્યુમાં રવિએ કહ્યું હતું કે, તે અભિનેત્રી પત્ની ઈચ્છતા ન હતા. તે ઇચ્છતો હતો કે અમૃતા સિંહ ફિલ્મી દુનિયા છોડી દે. બીજી તરફ અમૃતા આ માટે તૈયાર ન હતી. તેણે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું આટલી જલ્દીથી ફિલ્મી દુનિયા છોડવા ઈચ્છતી ન હતી. હું બોલિવૂડમાં મારી કારકિર્દી બનાવવા ઈચ્છતી હતી. ન તો અમૃતાએ રવિની વાત માની કે ન તો રવિએ અમૃતાની વાતનો સ્વીકાર કર્યો અને આ રીતે બંનેની સગાઈ તૂટી ગઈ.

રવિ શાસ્ત્રી સાથે સંબંધ સમાપ્ત થયા પછી, અમૃતાનું દિલ પોતાનાથી ઉંમરમાં 11 વર્ષ મોટા દિગ્ગઝ અને દિવંગત અભિનેતા વિનોદ ખન્ના માતે ધડક્યું. એક ફિલ્મમાં સાથે કામ કરતાની સાથે બંનેનો પ્રેમ વધવા લાગ્યો. પરંતુ જ્યારે અમૃતાની માતાએ તેને ઠપકો આપ્યો, ત્યારે અમૃતાએ વિનોદ ખન્ના થી પણ અંતર બનાવ્યું.

એક પછી એક બ્રેકઅપને કારણે અમૃતા પણ ઘણી પરેશાન હતી, જોકે આ પછી ફરી અમૃતા સિંહનું દિલ ધડક્યું એક 20 વર્ષ ના છોકરા માટે. આપણે વાત કરી રહ્યા છીએ અભિનેતા સૈફ અલી ખાનની. 32 વર્ષની અમૃતા સિંહ 20 વર્ષના સૈફને પોતાનું દિલ આપી બેઠી હતી. બંને એ ટૂક સમયમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

વર્ષ 1991 માં અમૃતા સિંહ અને સૈફ અલી ખાનનાં લગ્ન થયાં. જો કે 13 વર્ષ પછી વર્ષ 2004 માં પણ આ સંબંધ સમાપ્ત થયો. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. સૈફ અને અમૃતા બે બાળકો, પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ અલી ખાનના માતા-પિતા બન્યા છે. છૂટાછેડા પછી અમૃતાએ બંને બાળકોનો ઉછેર કર્યો. જ્યારે તેણે છૂટાછેડા પછી બીજા લગ્ન પણ નથી કર્યા.