સૈફની જેમ અમૃતા સિંહ પણ કરવા ઈચ્છતી હતી બીજા લગ્ન, પરંતુ આ કારણે ન કર્યા બીજા લગ્ન, જાણો તે કારણ વિશે

બોલિવુડ

અભિનેત્રી અમૃતા સિંહ 80 અને 90ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. તેણે આ દરમિયાન ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને મોટી ઓળખ બનાવી. અમૃતા સિંહે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1983માં કરી હતી. તેની પહેલી ફિલ્મ હતી ‘બેતાબ’. 64 વર્ષની થઈ ચુકેલી અમૃતાનો જન્મ 9 ફેબ્રુઆરી 1958ના રોજ પાકિસ્તાનના હદાલીમાં થયો હતો.

અમૃતા સિંહ પોતાની પહેલી ફિલ્મમાં દિગ્ગઝ અભિનેતા સની દેઓલ સાથે જોવા મળી હતી. જણાવી દઈએ કે અમૃતાની સાથે જ આ સનીની પણ પહેલી ફિલ્મ હતી. કહેવાય છે કે સાથે કામ કરતી વખતે અમૃતા અને સની એકબીજાને દિલ આપી બેઠા હતા. જો કે જ્યારે અમૃતાને ખબર પડી કે સની પરિણીત છે, ત્યારે તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો.

અમૃતા સતત ફિલ્મોમાં કામ કરતી ગઈ અને તે દરમિયાન તેણે પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ દર્શકોના દિલ જીતી લીધા. આ દરમિયાન તેના અફેર પણ ખૂબ ચર્ચામાં રહ્યા. સની સાથે સંબંધ સમાપ્ત થયા પછી અમૃતાનું દિલ આવ્યું પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી પર. બંનેના અફેરે તે દરમિયાન ખૂબ હેડલાઈન્સ બનાવી હતી.

કહેવાય છે કે રવિ અને અમૃતા પોતાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતા. બંનેએ પોતાના સંબંધને નવું નામ આપ્યું અને પછી વર્ષ 1986માં બંનેએ સગાઈ કરી લીધી. જોકે બંનેનો સંબંધ લગ્નના મંડપ સુધી પહોંચી શક્યો નહિં. ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા અને અમૃતાનો આ સંબંધ પણ નિષ્ફળ રહ્યો.

ત્યાર પછી અમૃતાનું દિલ આવ્યું દિગ્ગઝ અને દિવંગત અભિનેતા વિનોદ ખન્ના પર. જણાવી દઈએ કે અમૃતા અને વિનોદે મોટા પડદા પર પણ સાથે કામ કર્યું હતું. આ દરમિયાન પરણિત વિનોદ ખન્ના અમૃતા પર દિલ હારી બેઠા. જ્યારે અમૃતા પણ વિનોદને પસંદ કરવા લાગી હતી. બંનેના અફેયરની શરૂઆત પણ થઈ ગઈ જોકે આ સંબંધ પણ લાંબા સમય સુધી ચાલી શક્યો નહિં.

જણાવી દઈએ કે અમૃતા અને વિનોદ વચ્ચે ઉંમરમાં પણ ખૂબ અંતર હતું. અમૃતા વિનોદથી લગભગ 12 વર્ષ નાની હતી. સાથે જ બંનેનો સંબંધ અમૃતાની માતાને પસંદ ન હતો. અમૃતાની માતા આ સંબંધથી ખુશ ન હતી. આવી સ્થિતિમાં આ સંબંધનો અંત પણ ખૂબ જલ્દી થઈ ગયો. માતાના કહેવા પર અમૃતા વિનોદથી દૂર થઈ ગઈ.

છેલ્લે અમૃતાને અભિનેતા સૈફ અલી ખાન સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ જલ્દી લગ્ન કરી લીધા. વાત છે વર્ષ 1991ની. 32 વર્ષની અમૃતાએ ત્યારે 20 વર્ષના સૈફ અલી સાથે લગ્ન કર્યા હતા. અમૃતા શીખ ધર્મ સાથે સંબંધ ધરાવે છે અને સૈફ મુસ્લિમ ધર્મ સાથે. થોડા સમયના અફેર પછી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

જણાવી દઈએ કે લગ્ન સમયે સૈફે બોલિવૂડમાં ડેબ્યુ પણ કર્યું ન હતું, જ્યારે અમૃતા ત્યાં સુધીમાં મોટી અભિનેત્રી બની ચૂકી હતી. લગ્ન પછી બંને બે બાળકોના માતા-પિતા બન્યા હતા. પુત્રીનું નામ સારા અલી ખાન છે જે એક અભિનેત્રી છે જ્યારે પુત્રનું નામ ઈબ્રાહિમ અલી ખાન છે.

વર્ષ 2004માં અમૃતા-સૈફે લીધા છૂટાછેડા: અમૃતા અને સૈફે વર્ષ 2004માં પોતાનો સંબંધ સમાપ્ત કર્યો હતો. જણાવી દઈએ કે બંનેએ છૂટાછેડા લીધા હતા અને પોતાના 13 વર્ષ જૂના લગ્ન સમાપ્ત કરી લીધા.

સૈફે કરીના સાથે કર્યા બીજા લગ્ન: અમૃતા સાથે છૂટાછેડા લીધા બાદ સૈફે વર્ષ 2012માં અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને સફળ 9 વર્ષ પૂરા થઈ ગયા છે.

અમૃતાએ શા માટે ન કર્યા બીજા લગ્ન: સૈફે તો બીજા લગ્ન કર્યા પરંતુ અમૃતા સિંહે આવું ન કર્યું. એકવાર તેનું કારણ જણાવતાં અમૃતાએ કહ્યું હતું કે બાળકોની જવાબદારી મારા પર હતી. આવી સ્થિતિમાં, બાળકોના ઉછેર માટે તેણે બીજા લગ્ન ન કરવાનું યોગ્ય સમજ્યું.