ખૂબ જ સુંદર છે અમૃતા અરોરાનું ગોવા વાળું ઘર, વેકેશન એન્જોય કરવા પહોંચ્યા મલાઈકા અને અર્જુન, જુવો તસવીરો

બોલિવુડ

મલાઇકા અરોરાની આ ખાસિયત રહી છે કે જેટલી વધુ તે ચર્ચામાં તેની પ્રોફેશનલ લાઈફને લઈને રહે છે, તેનાથી પણ ઘણી વધુ તે ચર્ચામાં તેની પર્સનલ લાઈફને લઈને રહે છે. અર્જુન કપૂર સાથે તેના સંબંધને લઈને આ દિવસોમાં મલાઈકા હેડલાઈન્સ બનાવી રહી છે અને જ્યારથી કપલે દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે ત્યારથી કંઈક વધુ જ એક-બીજા સાથે જોવા મળી રહ્યા છે.

આ દિવસોમાં કપલ ગોવા વેકેશન એન્જોય કરવા માટે પહોંચ્યું છે. મલાઇકા તેની બહેન અમૃતા અરોરા અને તેના પતિ શકીલ લદાકના વિલામાં અર્જુન કપૂર સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહી છે. તાજેતરમાં જ બંનેએ અમૃતા અરોરાના આ સુંદર વિલાની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અર્જુન કપૂરે વિલાની અંદર ઘણી તસવીરો ક્લિક કરી. આ સુંદર તસવીરોને તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં આ સુંદર વિલાનો ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો હતો. અમૃતા અરોરાનો આ વિલા ખૂબ જ શાંત જગ્યા અને હરિયાળીની વચ્ચે છે.

જેમ તમે જોઈ શકો છો કે ડ્રોઇંગ રૂમમાં એક ખૂબ જ આરામદાયક સોફા સેટ લગાવવામાં આવ્યો છે. રૂમની બંને બાજુ સીડી છે, જે વુડનની છે. આ વિલાની છતને વિંટેજ સ્ટાઇલ લુક આપવામાં આવ્યો છે. રૂમની વચોવચ લટકતું એક મોટું જૂમર સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

આ લક્ઝરી વિલામાં એક સ્વિમિંગ પૂલ પણ છે. આ બંગલો 5 બીએચકે છે, જે બધી જ નવી સુવિધાઓથી સજ્જ છે. આ સુંદર વિલાની પ્રશંસા અર્જુન કપૂરે પણ કરી છે. તસવીર શેર કરતાં અર્જુન કપૂરે કેપ્શન લખ્યું છે કે, “જ્યારે તમારું મન પરત ઘરે જવાનું ન થાય.. કેટલું સુંદર ઘર છે તમારું અમૃતા અરોરા અને શકીલ લદાક.” ગોવામાં આનાથી સુંદર કોઈ હોલિડે હોમ છે જ નહિં. ”

જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉન દરમિયાન આખો સમય અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એક સાથે એક ઘરમાં હતા. તાજેતરમાં જ મલાઇકાએ કબૂલાત કરી છે કે તે અર્જુન કપૂર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. મલાઈકાની વાત માનીએ તો, અર્જુનની સેંસ ઓફ હ્યૂમર કમાલની છે અને તે ખૂબ જ રમુજી વ્યક્તિ છે. લોકડાઉનમાં અર્જુન સાથે તે બિલકુલ બોર થઈ ન હતી.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ મલાઇકા ‘ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર’ અને ‘સુપર મોડલ ઓફ ધ યર’માં જજ તરીકે જોવા મળી હતી. તો અર્જુન આગામી દિવસોમાં દિબાકર બેનરજીની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ પરિણીતી ચોપડા હશે.

1 thought on “ખૂબ જ સુંદર છે અમૃતા અરોરાનું ગોવા વાળું ઘર, વેકેશન એન્જોય કરવા પહોંચ્યા મલાઈકા અને અર્જુન, જુવો તસવીરો

Leave a Reply

Your email address will not be published.