કોઈ મહેલથી ઓછું સુંદર નથી આમ્રપાલી દુબેનું ઘર, જુવો તેના આ લક્ઝરી ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

આમ્રપાલી દુબેને આજના સમયમાં ભોજપુરી સિનેમાની સૌથી મોટી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આમ્રપાલી ભોજપુરી સિનેમાની જાન બનેલી છે. તેની ફિલ્મો અને એક્ટિંગને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની દરેક સ્ટાઈલથી આ સુંદર અભિનેત્રી ચાહકોના દિલ જીતી લે છે.

આમ્રપાલી ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથે જ એક હાઈ પેડ અભિનેત્રી પણ છે. માહિતી મુજબ આમ્રપાલી એક ફિલ્મ માટે 25 થી 30 લાખ રૂપિયા લે છે. તેણે ખૂબ ખ્યાતિની સાથે જ અત્યાર સુધીમાં ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. જણાવી દઈએ કે આમ્રપાલીએ ગયા વર્ષે એક સુંદર ઘર ખરીદ્યું હતું જેની મુસાફરી આજે અમે તમને કરાવવા જઈ રહ્યા છીએ.

વર્ષ 2020 માં પોતાની મહેનતની કમાણીથી આમ્રપાલીએ આ ઘર ખરીદ્યું હતું. તે એક ફ્લેટ છે અને અભિનેત્રીએ તેના આખા પરિવાર સાથે તેમાં ગ્રહ-પ્રવેશ કર્યો હતો.

આમ્રપાલીનું સફેદ રંગનું આ ઘર ખૂબ સુંદર છે. ઘરની દિવાલોને સફેદ રંગથી સજાવવામાં આવી છે. સાથે જ મોટાભાગના સ્થળોએ તમને શાંતિનો અનુભવ કરાવનાર સફેદ રંગ જ જોવા મળશે.

આ છે આમ્રપાલીના ઘરનું મંદિર: આમ્રપાલીની ભગવાનમાં અને તેના ધર્મમાં ઉંડી શ્રદ્ધા છે. આમ્રપાલી દરેક તહેવારની તેના ચાહકોને શુભેચ્છા આપે છે. અભિનેત્રીએ પોતાના નવા ઘરમાં પણ મંદિર બનાવ્યું છે. તાજેતરમાં જ ગણેશ ઉત્સવ દરમિયાન તેમણે ભગવાન ગણેશની સ્થાપના તેમના આ પૂજા ઘરમાં કરી હતી.

હરિયાળીને આપી જગ્યા: આમ્રપાલીએ તેના આ ઘરમાં હરિયાળીને પણ જગ્યા આપી છે. તેના ઘરની અંદર અભિનેત્રીએ જુદા જુદા છોડના કુંડા રાખ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીના ઘરની છતનો નજારો છે.

જણાવી દઈએ કે અવારનવાર આમ્રપાલી તેના ઘરની અંદરથી પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરમાં તે દુલ્હનના લુકામાં જોવા મળી રહી છે. આમ્રપાલી આજે ભોજપુરી સિનેમાનું મોટું નામ છે જો કે તેણે ગ્લેમર ઈંડસ્ટ્રીમાં નાના પડદા હેઠળ ટીવી સિરિયલથી ડેબ્યુ કર્યું હતું.

આમ્રપાલી 34 વર્ષની થઈ ચૂકી છે. 11 જાન્યુઆરી 1987 ના રોજ તેનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો હતો. ડોક્ટર બનવાનું સપનું જોનાર આમ્રપાલીએ પોતાની દાદીને ખુશ કરવા માટે એક્ટિંગ કારકિર્દી પસંદ કરી હતી.

ભોજપુરી ફિલ્મોમાં આમ્રપાલીની જોડી અભિનેતા નિરહુઆ સાથે જામી છે અને બંનેની જોડીને ચાહકોનો ખૂબ પ્રેમ મળે છે. જણાવી દઈએ કે આમ્રપાલીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2014 માં ફિલ્મ ‘નિરહુઆ હિંદુસ્તાની’ થી કરી હતી. તે આજ સુધી તેના 7 વર્ષની કારકિર્દીમાં 18 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.