કંઈક આવો છે અમિતાભ બચ્ચનનો પરિવાર, જુવો અમિતાભ બચ્ચનના દાદા-દાદી અને માતા-પિતાની તસવીરો

બોલિવુડ

અમિતાભે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1969માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાન’થી કરી હતી. આ ફિલ્મમાં અમિતાભનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. અમિતાભે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે, પરંતુ તેઓ હંમેશા સિનેમા જગતના ચમકતા સ્ટાર રહ્યા. અમિતાભ પોતાની ફિલ્મોની સાથે-સાથે પરિવાર પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે.પરિવાર પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈથી છૂપાયો નથી.

અમિતાભના દાદા દાદી: અમિતાભ બચ્ચનના માતા-પિતા વિશે ચાહકોએ ખૂબ વાંચ્યું છે પરંતુ ખૂબ ઓછી જગ્યા પર તેમના દાદા-દાદીનો ઉલ્લેખ થાય છે. અભિનેતાના દાદા-દાદીનું નામ લાલા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવી છે. તેમને ચાર બાળકો હતા, જેમના નામ બિટ્ટન, ભગવાનદેઈ, હરિવંશ રાય અને શાલિગરામ છે.

હરિવંશ રાય એ કર્યા છે બે લગ્ન: હરિવંશ રાય બચ્ચન તેમના પિતાના ત્રીજા સંતાન હતા અને તેમણે બે લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્નીનું નામ શ્યામા હતું, જેનું ટીબીની લાંબી બિમારીના કારણે અવસાન થયું હતું. ત્યાર પછી તેમણે તેજી સૂરી સાથે લગ્ન કર્યા, જેઓ પછીથી તેજી બચ્ચન બની ગયા હતા. પહેલી પત્નીથી તેમને કોઈ સંતાન ન હતું. તેજી સાથે લગ્ન કર્યા પછી, તેમને બે પુત્રો થયા જેમના નામ અમિતાભ અને અજિતાભ છે.

અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી: અમિતાભ બચ્ચને 3 જૂન 1973ના રોજ જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા, જે સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. લગ્ન પછી જયાએ પોતાના નામની પાછળથી ભાદુરીથી હટાવીને બચ્ચન લગાવી લીધું હતું. અમિતાભ અને જયાને બે બાળકો છે, જેમના નામ અભિષેક અને શ્વેતા છે.

અજિતાભ અને રામોલા: અમિતાભના ભાઈ અજિતાભના લગ્ન રામોલા સાથે થયા છે. બંને ભાઈઓ અને તેમના પૂરા પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. અજિતાભ અને રામોલાને ચાર બાળકો છે, જેમના નામ ભીમા, નમ્રતા, નૈના અને નીલિમા છે.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય: અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને બોલિવૂડની સુંદર અભિનેત્રી એશ્વર્યા રાયને પોતાની જીવનસાથી બનાવી છે. બંનેના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થયા હતા. અભિષેક અને એશ્વર્યાને એક ક્યૂટ પુત્રી છે, જેનું નામ આરાધ્યા છે. આરાધ્યા બી-ટાઉનની લોકપ્રિય સ્ટારકિડ છે.

શ્વેતા અને નિખિલ નંદા: અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને 16 ફેબ્રુઆરી 1997ના રોજ એસ્કોર્ટ્સ ગ્રુપના બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી અને એક પુત્ર છે. શ્વેતાની પુત્રીનું નામ નવ્યા નવેલી નંદા છે, જે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સાથે જ પુત્ર અગસ્ત્ય નંદા પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખે છે.