સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દિગ્ગઝ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચનના લગ્નને સૌથી સફળ 49 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. આ બંને દિગ્ગજ કલાકારોએ આજના દિવસે (3 જૂન) વર્ષ 1973માં લગ્ન કર્યા હતા. આજે અમિતાભ બચ્ચન અને જયાના લગ્નની 49મી એનિવર્સરી છે.
જયા અને અમિતાભની ફિલ્મી કારકિર્દીની શરૂઆત લગભગ એક સાથે થઈ હતી. બિગ બીએ જ્યારે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરી હતી, તો જયા બચ્ચનની કારકિર્દીની શરૂઆત વર્ષ 1971માં આવેલી ફિલ્મ ‘ગુડ્ડી’થી થઈ હતી. જણાવી દઈએ કે જયાને પોતાની પહેલી જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી રહી હતી, પરંતુ પછી વાત ન બની શકી.
કહેવાય છે કે બિગ બી એકવાર ફિલ્મ મેકર અબ્બાસ મસ્તાન સાથે પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ગયા હતા, જ્યાં પહેલી વખત તેમની નજર જયા પર પડી હતી. સાથે જ જયા બિગ બીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગઈ હતી. જયાને એ પણ ખબર પડી કે બિગ બી પ્રખ્યાત કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચનના પુત્ર છે. આ કારણે તે બિગ બી પ્રત્યે વધુ પ્રભાવિત થઈ ગઈ.
ટૂંક સમયમાં જ બંને કલાકારોને એક સાથે કામ કરવાની તક ફિલ્મ ‘ગુડ્ડી’ દ્વારા મળવાની હતી. વર્ષ 1971માં આવેલી આ ફિલ્મમાં પહેલી વખત મોટા પડદા પર જયા અને અમિતાભની જોડી બની શકી હતી, પરંતુ પછી આ ફિલ્મમાં અમિતાભની જગ્યાએ ધર્મેન્દ્રને લેવામાં આવ્યા હતા. ત્યાર પછી અમિતાભ અને જયાએ ‘બંસી બિરજુ’ અને ‘એક નજર’ ફિલ્મોમાં સાથે કામ કર્યું.
જણાવી દઈએ કે આ ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે જયા અને અમિતાભ એકબીજા પર દિલ હારી બેઠા હતા. અફેર પછી તરત જ બંને 3 જૂન 1973ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પરંતુ બંનેના લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા હતા. વર્ષ 1973માં ફિલ્મ ‘જંજીર’ આવી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને અમિતાભ અને જયા લંડન જવા ઈચ્છતા હતા પરંતુ બિગ બીના પિતાએ કહ્યું કે જો તમારે લંડન જવું હોય તો લગ્ન કરીને જાઓ.
આવી સ્થિતિમાં અમિતાભ અને જયા ઝટપટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્નમાં બોલિવૂડથી મહેમાન તરીકે ગુલઝાર અને ફરીદા જલાલ વગેરે શામેલ થયા હતા. બારાતમાં માત્ર 5 લોકો જ આવ્યા હતા. જ્યારે દિગ્ગઝ અભિનેતા અસરાની જયાના ભાઈ તરીકે શામેલ થયા હતા.
લગ્ન પછી જયા અને અમિતાભનું વેડિંગ રિસેપ્શન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મોટા તળાવના કિનારે આવેલી ઈમ્પિરિયલ સેબર નામની હોટલમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન પછી બંને પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને પુત્ર અભિષેક બચ્ચનના માતા-પિતા બન્યા.