જયાની આ વાતથી ખૂબ ગુસ્સે થયા હતા અમિતાભ બચ્ચન, દરેકની સામે આપ્યો હતો ઠપકો, જાણો આ કિસ્સા વિશે

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ જ જગ્યા છે. અમિતાભ બચ્ચન માત્ર તેમની ફિલ્મો માટે જ પ્રખ્યાત નથી પરંતુ તેઓ તેમના અંગત જીવનના કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. નોંધપાત્ર છે કે, રિયલ લાઈફમાં અમિતાભ ખૂબ જ સરળ સ્વભાવના છે, જોકે અમિતાભ બચ્ચન પોતાના ગુસ્સા વાળા અંદાજ માટે પણ જાણીતા છે.

સાથે જ ફિલ્મોમાં તેમનો એક્શન વાળો અંદાજ રહી ચુક્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, એક વખત તેઓ ગુસ્સાના કારણે પત્ની જયા બચ્ચન પર ગુસ્સે થઈ ગયા હતા, ત્યાર પછી તેમને આ વાતનું ખૂબ ખરાબ લાગ્યું હતું. જણાવી દઈએ કે આજે અમિતાભ બચ્ચન તેમનો 80મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ રસપ્રદ કિસ્સા વિશે.

આ વાતને કારણે અમિતાભ જયા પર ગુસ્સે થયા હતા: ખરેખર આ વાત અમિતાભ બચ્ચનના 50માં જન્મદિવસ દરમિયાનની છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક સ્પેશિયલ ઈન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેમણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે જયા બચ્ચન પણ હતી, જેમણે ઘણા સવાલોના જવાબ ખૂબ સારી રીતે આપ્યા.

આ સવાલ-જવાબ દરમિયાન અમિતાભ બચ્ચનને કંઈક એવું પૂછવામાં આવ્યું હતું, જેના પછી તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા, જો કે છતાં પણ અમિતાભ બચ્ચને સહજ સ્વભાવ સાથે આ સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચને ઈન્ટરવ્યુ લઈ રહેલા પત્રકારોને લંચ કરવાનું કહ્યું હતું. સાથે જ અમિતાભ બચ્ચન પણ તેમના લંચ માટે ચાલ્યા ગયા.

લંચ દરમિયાન જયા બચ્ચને અમિતાભને કહ્યું, ‘શું તમે ભાત લેશો?’ જેના પર અમિતાભ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “હું ભાત નથી ખાતો, તમે મને શા માટે પૂછી રહ્યા છો?” આ દરમિયાન જયાએ કહ્યું કે ‘અત્યારે રોટલી બનીને આવી નથી, તેથી હું તમને ભાત આપી રહી છું.” તેના પર અમિતાભ ગુસ્સે થયા અને કહ્યું કે તેઓ રોટલી ન આવે ત્યાં સુધી રાહ જોશે. શું તમે આટલી વાત સમજી શકતા નથી? ત્યાર પછી જયા બચ્ચન ચૂપચાપ અંદર જાય છે. જો કે, ત્યાર પછી અમિતાભ બચ્ચનને ખૂબ ખરાબ લાગ્યું અને ત્યાર પછી તેમણે ક્યારેય જયાને ઠપકો આપ્યો નથી.

અમિતાભ અને જયાએ ઉતાવળમાં કર્યા હતા લગ્ન: જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન 3 જૂન 1973ના રોજ થયા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગુડ્ડી’ના સેટ પર થઈ હતી. કહેવાય છે કે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યાના 24 કલાકની અંદર લગ્ન કરી લીધા અને આટલું જ નહીં પરંતુ સવારે ફેરા લીધા અને સાંજે લંડન માટે પણ રવાના થઈ ગયા.

ખરેખર અમિતાભના કહેવા મુજબ, તે સમયે તેમની ફિલ્મ ‘જંજીર’ રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં તેણે નક્કી કર્યું કે જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થશે તો તે તેના તમામ મિત્રો સાથે લંડન જશે. તેમના મિત્રમાં પત્ની જયા બચ્ચનનું નામ પણ હતું. પરંતુ આવી સ્થિતિમાં જ્યારે અમિતાભ તેમના પિતા પાસે લંડન જવાની પરવાનગી લેવા ગયા તો તેમણે ના પાડી દીધી. આવી સ્થિતિમાં અમિતાભ અને જયાએ 24 કલાકમાં લગ્ન કરી લીધા અને લંડન જવા રવાના થયા.