શું છે અમિતાભ બચ્ચનનું સાચું નામ? પિતા એ કારણે બદલી હતી હંમેશા માટે સરનેમ

બોલિવુડ

હિન્દી સિનેમાના 109 વર્ષના ઈતિહાસમાં ઘણા કલાકારો આવ્યા અને ઘણા કલાકારો ગયા. પરંતુ ‘સદીના મહાનાયક’ કહેવાયા દિગ્ગઝ અને મહાન અભિનેતા અમિતભ બચ્ચન. અમિતાભ બચ્ચને પોતાની એક્ટિંગનો એવો જાદુ ચલાવ્યો કે બધા દંગ રહી ગયા. અમિતાભ બચ્ચને પહેલીવાર વર્ષ 1969માં ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારે તેમની ઉંમર 27 વર્ષ હતી.

બિગ બીની પહેલી ફિલ્મ વર્ષ 1969માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ હતું ‘સાત હિન્દુસ્તાની’. ફિલ્મમાં અન્ય પણ ઘણા કલાકારો હતા. ફિલ્મ સફળ ન રહી. અમિતાભ બચ્ચનને તેમની કારકિર્દીના શરૂઆતના કેટલાક વર્ષોમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તેમને રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો.

ક્યારેક બિગ બીને તેમના કદના કારણે તો ક્યારેક તેમના અવાજના કારણે ફિલ્મ મેકર્સે રિજેક્ટ કર્યા હતા. પરંતુ અમિતાભ બચ્ચને આગળ જઈને દરેકને ખોટા સાબિત કર્યા અને દરેકને પોતાના ચાહક બનાવી લીધા. દુનિયા અને ચાહકોએ તેમને સદીના મહાનાયક, બિગ બી, બોલિવૂડના શહેનશાહ, એંગ્રી યંગમેન જેવા ખાસ નામ આપ્યા. પરંતુ શું તમે જાણો છો અમિતાભ બચ્ચનનું સાચું નામ?

અમિતાભ બચ્ચનનું સાચું નામ ઘણા લોકો જાણે છે, તો ઘણા લોકો એવા પણ છે જેઓ તેમના અસલી નામથી પરિચિત નથી. ચાલો જાણીએ બિગ બીના સાચા નામ વિશે. બિગ બીની મૂળ સરનેમ નથી. બિગ બી વિશે ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે તેમનું સાચું નામ ‘ઇન્કલાબ’ છે.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. બિગ બીના જન્મ સમયે દેશમાં ‘ભારત છોડો’ આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે એક આંદોલનમાં બિગ બીની માતા તેજી બચ્ચન પણ શામેલ થઈ હતી અને તે સમયે તે આઠ મહિનાની પ્રેગ્નેંટ હતી. સાથે જ અમિતાભના પિતાને તેમના એક મિત્રએ સલાહ આપી હતી કે તેમના ઘરે પુત્ર જન્મે છે તો તેઓ તેને ‘ઈંકલાબ’ નામ આપે.

આ વાતની ખૂબ ચર્ચા થાય છે કે અમિતાભનું નામ એક સમયે ‘ઇન્કલાબ’ હતું પરંતુ તમને જણાવી દઇએ કે અમિતાભનું નામ ક્યારેય ‘ઇન્કલાબ’ રાખવામાં આવ્યું ન હતું. એક વખત બિગ બીએ પોતાના ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં કહ્યું હતું કે તેમનું નામ બાળપણથી જ અમિતાભ છે અને ઈંકલાબ ક્યારેય તેમનું નામ ન હતું. આ માત્ર અફવા છે કે તેમનું નામ ઈંકલાબ છે.

બિગ બીએ એ પણ જણાવ્યું હતું કે જે દિવસે તેમનો જન્મ થતો હતો તે દિવસે અલ્હાબાદ રહેવા માટે સુમિત્રાનંદન પંત આવ્યા હતા. આવી સ્થિતિમાં બિગ બીનું નામ અમિતાભ રાખવામાં આવ્યું હતું. સાથે જ વાત અમિતાભની અટક વિશે કરીએ, તો આ તેમની સાચી સરનેમ નથી. આ વાતનો ખુલાસો પણ બિગ બીએ પોતાના શોમાં જ કર્યો હતો.

બિગે જણાવ્યું હતું કે, તેમની સાચી સરનેમ બચ્ચન નહીં પરંતુ ‘શ્રીવાસ્તવ’ છે. તેની પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. આગળ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનને જાતિમાં ભેદભાવ પસંદ ન હતો, તેથી તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ અટકનો ઉપયોગ નહીં કરે. નામની આગળથી શ્રીવાસ્તવ હટાવીને ‘બચ્ચન’ જોડી લીધું.