ઘરમાં એશ્વર્યાની પુત્રી સાથે પકડમ પકડાઈ રમતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, જુવો તેમની આ સુંદર તસવીરો

બોલિવુડ

‘સદીના મેગાસ્ટાર’ અમિતાભ બચ્ચન સમગ્ર દેશની સાથે જ આખી દુનિયામાં ઓળખ ધરાવે છે. અમિતાભ બચ્ચનને દરેક સિનેમા પ્રેમી ખૂબ પસંદ કરે છે. ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે, સાથે જ અમિતાભ પણ પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે. બિગ બી પોતાના પરિવારની પણ ખૂબ નજીક છે.

ભલે તેમની પત્ની જયા હોય કે પુત્ર અભિષેક હોય કે પછી તેમની વહુ એશ્વર્યા રાય હોય કે પુત્રી શ્વેતા બચ્ચન નંદા હોય, પોતાના પરિવારના દરેક સભ્ય સાથે બિગ બીનો ખાસ અને મજબૂત સંબંધ છે. સાથે જ અમિતાભ બચ્ચન પોતાની પૌત્રી આરાધ્યા બચ્ચન પર પણ જાન છિડકે છે. પૌત્રી આરાધ્યાને બિગ બી ખૂબ જ પ્રેમ કરે છે.

ઘણા પ્રસંગો પર ‘બોલિવૂડના શહેનશાહ’ પોતાના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા પર પ્રેમ લૂટાવતા જોવા મળ્યા છે. ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બિગ બીએ આરાધ્યા સાથેની તસવીરો શેર કરી છે. આ દરમિયાન, દાદા અને પૌત્રીની એક હૃદયસ્પર્શી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચનની આ તસવીર થોડા વર્ષો પહેલાની છે, જોકે તેને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. જે પણ આ તસવીર જોઈ રહ્યા છે તે તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ આરાધ્યાના એક ફેન પેજ દ્વારા આ તસવીર શેર કરવામાં આવી છે જેમાં બિગ બી પોતાની પૌત્રી સાથે મસ્તી ભરેલા મૂડમાં જોવા મળી રહ્યા છે.

જે તસવીર વિશે અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ, તેમાં દાદા અમિતાભ પોતાની પૌત્રી આરાધ્યા સાથે રમી રહ્યાં છે. આરાધ્યા દોડી રહી છે અને બિગ બી પણ તેની પાછળ દોડી રહ્યા છે. જણાવી દઈએ કે આ લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાની તસવીર છે. જ્યારે આરાધ્યા લગભગ પાંચથી છ વર્ષની હતી. હવે આરાધ્યા 10 વર્ષની થઈ ચુકી છે.

વાયરલ તસવીરમાં તમે જોઈ શકો છો કે બિગ બી આરાધ્યા સાથે પકડમ પકડાઈ રમી રહ્યા છે. આ તસવીર અમિતાભ બચ્ચનના ઘરની છે. ઘરના ગાર્ડનમાં દાદા અને પૌત્રી મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ચાહકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. તસવીરને લાઈક કરવાની સાથે ચાહકો એક પછી એક કમેન્ટ પણ કરી રહ્યા છે. તસવીર પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, “આ તસવીર તો દિલને સ્પર્શી ગઈ”. જ્યારે ચાહકો હાર્ટ ઈમોજી અને ફાયર ઈમોજી પણ કમેન્ટ કરી રહ્યા છે.