અમિતાભે ગિફ્ટ કરેલી આ 2 સાડી જયા બચ્ચનને બિલકુલ પસંદ નથી, પરંતુ છતા પણ….

બોલિવુડ

સદીના મહાનાયાક અમિતાભ બચ્ચન પોતાની સાથે જોડાયેલી દરેક ચીજોને લઈને ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. આખી દુનિયામાં અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યા છે. અમિતાભ બચ્ચનનો આખો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તેમની પત્ની જયા બચ્ચન અભિનેત્રી અને રાજકારણી છે. તેનો પુત્ર અભિનેતા અભિષેક અને પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી બોલીવુડની સૌથી ચર્ચિત કપલમાંની એક માનવામાં આવે છે. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન અને જયાના લગ્ન વર્ષ 1973 માં થયા હતા. બંને છેલ્લા 48 વર્ષથી એકબીજાની સાથે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે જયા બચ્ચનને પતિ અમિતાભ દ્વારા ગિફ્ટ કરવામાં આવતી સાડી પસંદ આવતી નથી. એક વાર જયાએ પોતે આ વાતનો ખુલાસો પોતાના ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

જયાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમિતાભ તેને ઘણી વાર કાંજીવરમ સાડીઓ ગિફ્ટ તરીકે આપતા હતા. જયાએ કહ્યું કે, કાંજીવરમ સાડીઓ ખૂબ ભારે હોય છે અમિતાભ ઘણીવાર સફેદ અને પર્પલ કલરની બોર્ડર વાળી સાડીઓ લાવતા હતા જે મારા પર બિલકુલ સૂટ થતી નથી. આગળ જયાએ કહ્યું કે છતા પણ હું સાડીઓ પહેરતી હતી જેથી અમિતાભને ખોટું ન લાગે.

આ ફિલ્મમાં પહેરી હતી અમિતાભે ગિફ્ટ કરેલી સાડી: એકવાર તેના ઇન્ટરવ્યુમાં જયા બચ્ચને ખુલીને તેમના અને અમિતાભ બચ્ચનના સંબંધો વિશે વાત કરી હતી. તેણે પોતાના ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, મેં ફિલ્મ અભિમાન ના ગીત ‘તેરી બિંદીયા રે’માં મેં પતિ અમિતાભ બચ્ચને આપેલી સાડી પહેરી હતી. જણાવી દઈએ કે, ફિલ્મ અભિમાન વર્ષ 1973 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જયા બચ્ચન સાથે અમિતાભ બચ્ચન, અસરાની અને અભિનેત્રી બિંદુ જેવા સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

અમિતાભે જેબી નામથી સેવ કર્યો છે જયાનો ફોન નંબર: ગયા જમાનાની અમિતાભ અને જયા બચ્ચનની જોડી આજે પણ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. એવું કહેવામાં આવે છે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમની પત્નીને પ્રેમથી જેબી કહીને બોલાવે છે અને પોતાના ફોનમાં જયાના નંબએ પણ જેબી નામથી સેવ કર્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જયા બચ્ચન ઘણા લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર છે. તે હાલમાં રાજકારણમાં એક્ટિવ છે. બીજી તરફ અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મોમાં ચેહરે, ગુડબાય અને બ્રહ્માસ્ત્ર ફિલ્મો શામેલ છે. કોરોનાથી પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી, ચહેરે અને બ્રહ્માસ્ત્ર રીલીઝ થશે. જ્યારે ગુડબાયનું શૂટિંગ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું, પરંતુ વધતા કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું.