અભિષેક બચ્ચનના આ કામથી પિતા અમિતાભનું દિલ થઈ ગયું પહોળું, પુત્ર માટે કહ્યું ‘વેલડન બડી’

બોલિવુડ

અભિષેક બચ્ચનની ઘણીવાર લોકો આ કહીને મજાક ઉડાવે છે કે તેમને એક્ટિંગ નથી આવડતી અને તેને માત્ર પિતાના નામ પર કામ મળે છે, તો બીજી બાજુ ઘણા લોકો અભિષેકને અસલી કલાકાર કહે છે. તેના પિતા અમિતાભ પણ તેના વિશે સોશિયલ મીડિયા પર ભાગ્યે જ લખે છે, પરંતુ તાજેતરમાં અભિષેકે એવું કામ કર્યું છે કે તેના પિતાએ પણ ખુલ્લીને તેના વખાણ કર્યા હતા અને ટ્વિટર પર અભિષેકની પ્રશંસા કરતા એક પોસ્ટ લખી હતી.

થોડા સમય પહેલા અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ OTT પ્લેટફોર્મ હોટસ્ટાર VIP પર રિલીઝ થઈ છે. વાસ્તવિક ઘટના પર બનેલી આ થ્રિલર ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી, જેમાં અભિષેક બચ્ચને પણ દમદાર એક્ટિંગ કરી છે, સાથે જ આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેના કામની પ્રશંસા કરતા પિતાએ એક સુંદર પોસ્ટ લખી અને પુત્ર અભિષેકને પ્રોત્સાહિત કર્યા.

અમિતાભે અભિષેકની પોસ્ટને ટ્વિટ કરતા લખ્યું, “ખૂબ સારું બડી” તું પિતાનું ગૌરવ છે! જ્યારે પુત્ર તેના પિતાના પગરખાં પહેરવા લાગે ત્યારે તે પુત્ર નથી રહેતો તે મિત્ર બની જાય છે. ખૂબ સારું કામ કર્યું બડી. અભિષેક બચ્ચનની પ્રશંસામાં કરેલા આ ટ્વિટ નીચે ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે અભિષેક પાપાનો ફોન પાછો આપી દો, તો કોઈ કહી રહ્યું છે કે સાચું કહ્યું સર અભિષેક બચ્ચન એક વાસ્તવિક કલાકાર છે, તેમનામાં એક ક્લાસ છે.અભિષેક બચ્ચને પોતાની નવી ફિલ્મ ધ બિગ બુલના પ્રોમોને ટ્વિટ કરતા કહ્યું કે મેં કહ્યું હતું મોટું વિચારો તો તમે બિગ બુલને મોટો ધમાકો બનાવી દીધું તમારા બધાના પ્રેમ માટે આભાર.

કોણ હતું બિગ બુલ: અજય દેવગણ અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યૂસ કરેલી બિગ બુલ એક આર્થિક ડ્રામા છે જે રિયલમાં હર્ષદ મહેતાને પોર્ટ્રે કરે છે. હર્ષદ મહેતા શેર માર્કેટના એક મોટા ટ્રેડર હતા જે માર્કેટને પોતાના મુજબ મૈન્યૂપ્લેટ કરતા હતા અને એક મોટા સ્કેમમાં પકડાઈ ગયા હતા. આ સ્કેમમાં તેમણે જૂની કંપનીઓમાં લોકોના પૈસા રોકાણ કર્યા હતા જે કંપનીઓ ડૂબી ચુકી હતી. કહેવાય છે કે પછી તેમને જેલ થઈ હતી. તાજેતરમાં એમેઝોન પ્રાઇમ પર હર્ષદ મહેતા નામની વેબ સિરીઝ પણ આવી હતી જે ખૂબ જ પસંદ કરવામાં આવી.

ધ બિગ બુલમાં અભિષેક બચ્ચને હેમંત શાહની ભૂમિકા નિભાવી હતી જે હર્ષદ મહેતા પર આધારિત હતી જ્યારે ઇલિયાના ડીક્રુઝે પત્રકાર સુચિતા દલાલની ભૂમિકા નિભાવી હતી અને રામ કપૂરે વકીલની ભૂમિકા નિભાવી હતી.