જયા બચ્ચનને આ ખાસ નામથી બોલાવે છે અમિતાભ, ફોનમાં પણ એ જ નામથી સેવ છે પત્ની નો નંબર

બોલિવુડ

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દિગ્ગ્ઝ અભિનેત્રી જયા બચ્ચનના લગ્નને 48 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. બંનેનો સંબંધ લગ્નના 48 વર્ષથી અકબંધ છે. આ વર્ષે જૂન મહીનામાં બંનેના લગ્નના 49 વર્ષ પૂરા થઈ જશે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની સુપરહિટ ફિલ્મ ‘જંજીર’ રિલીઝ થયા પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન વર્ષ 1973માં 3 જૂનના રોજ થયા હતા. તે સમયે બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મ ‘જંજીર’ વિશે ટીમે નક્કી કર્યું હતું કે જો ફિલ્મ સફળ રહી તો બધા લંડન ટૂર પર જશે. આ ફિલ્મ સુપરહિટ થઈ અને દરેકે લંડન જવાનું નક્કી કર્યું.

અમિતાભે તેમના દિવંગત પિતા હરિવંશરાય બચ્ચનને લંડન જવા વિશે જણાવ્યું તો તેમણે પૂછ્યું કે તેમની સાથે અન્ય કોણ-કોણ જઈ રહ્યું છે, તો બિગ બીએ જયાનું નામ પણ લીધું. પરંતુ હરિવંશ રાયે પુત્રને કહ્યું કે બંને લગ્ન કર્યા વગર લંડન ન જાય. આવી સ્થિતિમાં ઝટપટ બંનેએ લગ્ન કર્યા અને પછી લંડન ચાલ્યા ગયા.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન લગ્ન પછી બે બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદાના માતા-પિતા બન્યા. કપલની પુત્રી મોટી છે અને પુત્ર અભિષેક નાનો છે. અમિતાભ અને જયા વચ્ચે ત્યારથી લઈને આજ સુધી તે જ પ્રેમ અને સમ્માન અકબંધ છે. આજે પણ બંનેને એકસાથે જોઈને ચાહકોના ચહેરા ખીલી ઉઠે છે.

અમિતાભ અને જયા હિન્દી સિનેમાના એવા સ્ટાર્સ છે જેમની અવારનવાર ચર્ચા થાય છે. એકવાર અમિતાભ બચ્ચને પોતાના લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર પત્ની જયા સાથે જોડાયેલું એક મોટું રહસ્ય ખોલ્યું હતું. ખરેખર તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાના ફોનમાં જયાનો નંબર ક્યા નામથી સેવ કર્યો છે.

બિગ બીએ આ મોટું રહસ્ય ત્યારે ખોલ્યું હતું જ્યારે તે હોટ સીટ પર બેઠેલા એક સ્પર્ધક સાથે વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, તેમણે પોતાના ફોનમાં પોતાની પત્ની જયા બચ્ચનનો ફોન નંબર ‘JB’ નામથી સેવ કર્યો છે. ‘જેબી’ એટલે જયા બચ્ચનના નામનું શોર્ટ ફોર્મ.

જણાવી દઈએ કે રિયલ લાઈફની સાથે જ અમિતાભ અને જયાની જોડી મોટા પડદા પર પણ જામી છે. બંને કલાકારોએ એકસાથે શોલે, જંજીર, અભિમાન, સિલસિલા, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની લગભગ તમામ ફિલ્મો દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી છે.