અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈનાએ કુણાલ કપૂર સાથે ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી

બોલિવુડ

અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચન વિશે બહુ ઓછા લોકો જાણે છે. નૈના અમિતાભના ભાઈ અજિતાભ બચ્ચનની પુત્રી છે. અજિતાભ બચ્ચન અને તેની પત્ની રામોલા બચ્ચન મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમને 4 બાળકો છે. એક પુત્ર ભીમ, જે એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને ત્રણ પુત્રી જેમના નામ નીલિમા, નમ્રતા અને નૈના છે. નૈના વ્યવસાયે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. તેણે ફેબ્રુઆરી 2015 માં બોલિવૂડ એક્ટર કુણાલ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ ગુપ્ત રીતે થયા હતા. આ બંનેની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે.

કૃણાલે 2007 માં ‘લગા ચૂનારી મે ડાગ’ ફિલ્મ કરી હતી. આ સમય દરમિયાન, તેની મિત્રતા અભિષેક બચ્ચન સાથે થઈ હતી. ફેમિલી મુલાકાત પણ થતી હતી. આ પછી, કુણાલ અને નૈનાની પહેલી મુલાકાત 2012 માં અમિતાભ બચ્ચનની મોટી પુત્રી શ્વેતા બચ્ચન દ્વારા થઈ હતી. શ્વેતાએ આ બંનેની મુલાકાત કરણ જોહરના ફેશન શોમાં કાઅવી હતી. ત્યારે કુણાલ રેમ્પ પર વૉક કરી રહ્યો હતો અને નૈના તેને દર્શક બનીને જોઈ રહી હતી.

નૈનાએ જ્યારે કૃણાલને જોયો, ત્યારે તેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. તે કહે છે કે કુણાલને જોયા પછી મારા મનમાં ચલતું હતું કે – વાહ! ઉંચો અને હેન્ડ્સમ… અને તે જ સમયે મે મારું દિલ કુણાલને આપ્યું. નૈના કહે છે કે કુણાલ તેના લગ્ન પહેલાં જેવો હતો આજે પણ તેવો જ છે.

નૈનાને કુણાલની ​​ફિલ્મો પણ પસંદ આવે છે. જ્યારે તેણે કુણાલની ​​ફિલ્મો જોઇ ત્યારે તે તેનાથી ઇમ્પ્રેસ થઈ ગઈ. કુણાલ સાથે ડેટ પર જતાં સમયે નૈનાએ તેના માટે પિયાનો વગાડ્યો હતો. કૃણાલ નૈનાની આ સ્ટાઈલથી ઇમ્પ્રેસ થયો હતો. બીજી બાજુ, કૃણાલને પણ નૈના સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. લગ્ન પહેલાં બંનેએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરી. આ બંને સાથે લિવ-ઇનમાં પણ રહી ચુક્યા છે.

નૈના અને કૃણાલે તેમના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા. આ લગ્નમાં ફક્ત તેના નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા. તેમની સગાઈની જાણકારી મીડિયાને પણ ન હતી. હાલમાં બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. આ બંનેની જોડી પણ સાથે અદભૂત લાગે છે. કૃણાલ એક્ટિંગની સાથે, નૈનાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તમને તેમની જોડી કેવી લાગી?

4 thoughts on “અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈનાએ કુણાલ કપૂર સાથે ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન, ખૂબ જ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી

Leave a Reply

Your email address will not be published.